Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

રાજપીપળા મોતીબાગમાં નગરપાલિકા ની ચૂંટણીમાં મત આપવા બાબતે મહિલાને માર મારી ધમકી આપનાર 5 વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લા-તાલુકા પંચાયત ચૂંટણી પત્યા બાદ કેટલાક ગામોમાં મત આપવા બાબતે હારેલા ઉમેદવારો દ્વારા કેટલાક મતદારો પર હુમલાની ઘટના જોવા મળી હતી પરંતુ નગરપાલિકાની ચૂંટણીના મતદાનમાં પણ આવીજ એક ઘટના બાબતે રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા મોતીબાગ માં રહેતા વર્ષાબેન શિવાભાઈ વસાવા ની ફરિયાદ અનુસાર તેઓ ઘરના આંગણે ઉભા હતા તે વખતે ગીતાબેન મહેશભાઈ વસાવા એ જણાવ્યું કે તમે ટેકરા ફળીયામાં રહેતા ભરતભાઈને મત આપેલ છે,તમે ભરતભાઈના દલાલ છો અહી શું કરવા રહો છો ટેકરા ફળીયામાં રહેવા જતા રહો એમ કહી ગમે તેમ ગાળો બોલી છાતીના ભાગે મુક્કો મારી બાકીના પૈકી મહેશભાઈ સરાદભાઈ વસાવા,જયેશ ઉર્ફે સેન્ટી સરાદભાઈ વસાવા,ગાયત્રીબેન કિરણભાઈ વસાવા, દિપીકાબેન મહેશભાઈ વસાવા તમામ રહે.મોતીબાગ રાજપીપલા એ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી ગુનો કરતા રાજપીપળા પોલીસે પાંચ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:04 pm IST)