Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

માલ ગામમાં દારુની બાતમી આપવાની અદાવતે થયેલ ઝધડામાં ડેડીયાપાડા કોર્ટે ૧ વર્ષની સજાનો હુકમ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : માલ ગામના ફૂલસિંગ રામાની ફરિયાદ મુજબ તારીખ: ૨૨/૦૫/૨૦૨૨ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંજૂર થતા મકાન પિતાની સહિયારી જમીનમાં બનાવતા હતા ત્યારે તે મકાન નહીં બનાવવા દેવાના ઇરાદે (૧) દામા નકટીયા વસાવા (૨) રમેશ દામા વસાવા (૩) અમરસિંગ નકટિયા વસાવા (૪)મહેશ અમરસિંગ વસાવા (રહે.માલ, કુંભીયાઆંબા ફળિયું તા. ડેડીયાપાડા જી. નર્મદા)નાઓ હાથમા લાકડીઓ લઈ આવીને તમારી સાથે જમીનનો વિવાદ ચાલે છે તમો પોલીસને દારુ બતાવીએ છે તેમ કહી બાતમી કેમ આપેલ છે. તેમ જણાવી રામા નકટિયા તથા રીનાબેન રામાને ગાળો બોલી ઘરમા સળગાવી મારી નાખીશ તેમ કહી અમરસિંગ નકટિયા એ લાકડી થી રામાને કમરના પાછળના ભાગે મારેલ તથા રીનાબેન રામાને માથાના ભાગે મારેલ તે દરમિયાન ફરિયાદી તથા સાહેદ વિરસિંગ રામા તથા સાહેદ ગુલાબ રામા વચ્ચે પડતા રમેશ દામાએ ફરિયાદને લાત મારી તથા અમરસિંગ નકટિયાએ લાકડીથી ગુલાબને મારતા ઇજા થયેલ તે વખતે મહેશ અમરસિંગ ઉપરાણું લઇ મહેશ અમરસિંગ પત્થર ફેકતા રીનાબેનને કોણીના ભાગે ઇજા થયેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફૂલસિંગ રામાએ ફરિયાદ કરતા ડેડીયાપાડા પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર થયો હતો

  આ કેસ ડેડીયાપાડા એડિશનલ ચીફ.જયુ. મેજી. મૃગેશકુમાર બી ભાવસારની.કોર્ટમાં ચાલતા ફરિયાદી તરફે તરફે એ.પી.પી. એમ.જી. ચૌહાણ તથા ફરિયાદીના ખાનગી વકીલ એમ.જી. કુરેશીની ધારદાર દલીલો ગ્રહ્યો રાખી આરોપી (૧) ) દામા નકટીયા વસાવા (૨) રમેશ દામા વસાવા (૩) અમરસિંગ નકટિયા વસાવા (૪)મહેશ અમરસિંગ વસાવા (રહે. માલ, કુંભીયાઆંબા ફળિયું તા. ડેડીયાપાડા જી.નર્મદા) ને ૧ વર્ષની સાદી કેદ તથા રુપિયા ૫૦૦ નો દંડ કરતો હુકમ કરતા અન્ય આવા તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો

 

(10:33 pm IST)