Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

વડોદરાના અલગ અલગ ત્રણ વિસ્તારમાં ખાણીપીણીની ફ્રેન્ચાઇઝી ધરાવતા વેપારી પાસેથી મોબાઈલ ફોન આંચકી 2 લાખની ખંડણીની માંગણી કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના અલગ અલગ ત્રણ વિસ્તારોમાં ખાણીપીણીની ફ્રેન્ચાઇ ધરાવતા વેપારી પાસેથી મોબાઇલ ફોન ઝૂંટવી 02 લાખની ખંડણીના આક્ષેપ સાથે વેપારીએ માંજલપુર પોલીસ મથકનો સંપર્ક સાંધ્યો છે.  શહેરના હરણી વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થ એન્કલેવ ખાતે રહેતા આકાશ મહેન્દ્રભાઈ પટેલે માંજલપુર પોલીસ મથકે લેખિત અરજી આપી હતી કે, મારી ફતેહગંજ, ભાયલી અને માંજલપુર વિસ્તારમાં ફાસ્ટ ફૂડ કેફે તરીકેની શાખાઓ આવેલી છે. ફતેગંજની ફ્રેન્ચાઇસી  વખતે મારી મુલાકાત મેહુલ ઠક્કર નામના વ્યક્તિ સાથે થઈ હતી. તેણે એક થી વધુ કેફે આઉટલેટ ખોલાવી આપવાની ખાતરી આપી મારો વિશ્વાસ કેળવ્યો હતો. અને મારી પાસે ફ્રેન્ચાઇસીના બદલામાં બે લાખની માંગ કરી હતી. ત્રીજી ફેબ્રુઆરીના રોજ માંજલપુર મારા કેફે ખાતે મોબાઈલ તથા તેનું બોક્સ લઈ આવવાનું કહી મને કારમાં બેસાડી મારી પાસે રહેલ મારા મિત્રનો ફોન છીનવી લીધો હતો. અને અવારનવાર ધમકી આપતો હતો કે બે લાખ નહીં આપે ત્યાં સુધી ફોન નહીં મળે.

(6:50 pm IST)