Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

રેલ્‍વે વિભાગ દ્વારા વાપીથી સીધા જમ્‍મુ-કાશ્‍મીર સુધીની પાર્સલ ટ્રેન સેવા શરૂ કરાઇ

વાપી અને દમણના ઉદ્યોગો માટે ટ્રાન્‍સપોર્ટ ખર્ચ બચશેઃ માલીની ડિલીવરી અને સપ્‍લાય સમયસર થશે

વાપીઃ વલસાડ જિલ્લો અને દમણ દાદરા નગર હવેલી માટે રેલ્‍વે વિભાગ દ્વારા વાપીથી સીધા જ જમ્‍મુ-કાશ્‍મીર સુધીની પાર્સલ ટ્રેન સેવા શરૂ કરાઇ છે. ઉદ્યોગોને માલના પરિવહન માટે વિશેષ અનુકૂળતાઓ પ્રાપ્‍ત થશે.

કાશ્મીરથી ધારા 370 હટાવાયા બાદ કાશ્મીરનો વિકાસ ચોમેર થઇ રહ્યો છે. કાશ્મીરમાં  નવા નવા ઉદ્યોગો સ્થપાઈ રહયા છે. સમગ્ર દેશના ઓદ્યૌગિક વિસ્તાર  કાશ્મીર સાથે જોડાય તે અતિવશ્યક છે, ત્યારે રેલવે વિભાગ વાપી વલસાડ જિલ્લા અને  પડોશી સંઘપ્રદેશ દમણ  દાદરા નગર હવેલીના ઉદ્યોગોને રેલવે મારફતે સીધા કાશ્મીર સાથે જોડવા જઈ  રહી છે.

દમણ, સેલવાસ અને વાપીના ઉદ્યોગો માટે  ફાયદાકારક એક સુવિધા રેલવે વિભાગ સરું કરી છે. વાપી અને વલસાડ જિલ્લા ઉપરાંત દમણના ઉદ્યોગોના કાચા અને તૈયાર માલને દેશભરના રાજ્યોમાં મોકલવામાં આવે છે. જોકે રોડ માર્ગે ટ્રાન્સપોર્ટેશન થતું હોવાથી ઉદ્યોગોને મોટો ખર્ચ થાય છે. જોકે હવે રેલવે વિભાગ દ્વારા વાપીથી સીધા જમ્મુ કાશ્મીર સુધી પાર્સલ ટ્રેન સેવા શરૂ કરી છે.

આથી વાપી અને દમણના ઉદ્યોગો માટે વિશેષ ટ્રેન અનેક રીતે ઉપયોગી થશે. ઉદ્યોગોનો રોડ માર્ગે ટ્રક દ્વારા જે ટ્રાન્સપોર્ટેશન થતું તેમાં વધારે ખર્ચ થતો પરંતુ હવે રેલ્વેની સેવા દ્વારા ખર્ચમાં ઘટાડો થશે અને ટ્રકની સરખામણીમાં ટ્રેન દ્વારા વહેલા માલની ડીલીવરી અને સપ્લાય પણ થઈ શકશે.

રેલ વિભાગ દ્વારા મામલે ઉદ્યોગપતિઓ સાથે બેઠકો કરી અને તેમને વિશ્વાસમાં લઈ અને નવી સેવા ઉદ્યોગો માટે ફાયદાકારક પુરવાર થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે . રેલવે વિભાગના ડી આર એમ દ્વારા દમણ ખાતે  ઉદ્યોગપતિ સાથે ખાસ બેઠક કરી રેલવે વિભાગ દ્વારા શરૂ કરાયેલ વિશેષ પાર્સલ ટ્રેન વિષય પર માર્ગ દર્શન આપ્યું હતું. ઉદ્યોગકારોને ભરોષો આપ્યો હતો કે તેમની દરેક પ્રોડક્ટ અને પાર્સલ  સહી સલામત અને સમયસર પહોંચી જશે.

(6:03 pm IST)