Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

અમદાવાદ નિકોલમાં સાયકલ ચાલકને કારે હડફેટે લેતા ગંભીર ઇજા :ગાડીમાંથી દારૂ મળ્યો

દારૂના નશામાં કાર ચલાવતો હોવાનું અનુમાન :પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માત અને પ્રોહિબિશનનો ગુન્હો નોંધ્યો

અમદાવાદઃશહેરના  નિકોલ વિસ્તારમાં એક કાર ચાલકે સાયકલ સવારને અડફેટે લીધો હતો કારની અડેફેટે સાયકલ સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી.બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસે ગાડીની તપાસ કરતાં  ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો.પોલીસે દારૂનાં નશામાં ચાલક કાર ચલાવતો હોવાનું અનુમાન બાંઘીને કાર ચાલક વિરુદ્ધ અકસ્માત અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

(11:11 pm IST)