Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

સુરતની પીડિતા સાથે દુષ્કર્મ કેસનું સુનાવણીમાં આસારામની વિડીયો કોન્ફ્રસિંગ દ્વારા હાજરી

પીડિતાની હાજર -તપાસ પૂર્ણ :આસારામને જોધપુર જેલમાંથી ગાંધીનગરમા લાવવાને બદલે વિડીયો કોન્ફ્રન્સિંગથી હાજર રખાયા

 

અમદાવાદ ;સુરતની પીડિતા સાથે દુષ્કર્મ કેસની સુનાવણીમાં આસારામને વિડીયો કોન્ફ્રન્સિંગથી હાજર રાખ્યા હતા કેસની ગાંધીનગરમાં હાથ ધરાયેલી સુનાવણીમાં આસારામને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રાખીને  સુનાવણી આગળ વધારવામાં આવી હતી. ગઈકાલે જજની રજા હોવાથી સુનાવણી આજ મંગળવાર પર ટાળવામાં આવી હતી.જેમાં પીડિતા હાજર રહી હતી. તેની ઉલટ તપાસ પણ કરવામાં આવ્યા બાદ, તેની તપાસ પૂર્ણ થઈ ગઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

   યૌન શોષણના કેસમાં જોધપુરની જેલમાં બંધ આસારામને ગાંધીનગરમાં સુરતની પીડિયા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં હાજરી જરૂરી હોવાથી તેમને જોધપુરથી અહિંયા લાવવાને બદલે વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા હાજર રાખવામાં આવ્યા હતા.

(10:43 pm IST)