Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

નાટ્યકલાકાર મહેરનોશ કરંજિયાનું હૃદયરોગના હુમલાથી નિધન

કૂતરાની પૂંછડી વાંકી અને મહેરામની સાસુ જેવા અનેક યાદગાર નાટકોમાં અભિનયના ઓજસ પાથર્યા હતા : મહેરામની સાસુમાં સતત 34 વર્ષ સુધી સસરાનું પાત્ર ભજવ્યું તું

અમદાવાદ :ગુજરાતી રંગભૂમિને જીવંત રાખનારા નાટ્યકલાકર મહેરનોશ કરંજિયાનું આજે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે કૂતરાંની પૂંછડી વાંકી અને મહેરામની સાસુ જેવાં અનેક કોમેડી નાટકોમાં યાદગાર અભિનય થકી સુરત તેમજ પારસી સમાજને દેશ અને દુનિયામાં જાણીતા કરનારા નાટ્યકલાકાર મહેરનોશ કરંજિયાનું સુરત ખાતે નિધન થયું હતું મહેરનોશ કરંજિયાએ મહેરામની સાસુમાં સતત 34 વર્ષ સુધી સસરાનું પાત્ર ભજવ્યું હતું.

   સુરતના પારસી બંધીઓ યઝદી કરંજિયા અને મહેરનોશ કરંજિયાએ નાટ્યકલાને જિવંત રાખવા વર્ષો સુધી સંઘર્ષ કર્યો હતો અનેક કલાકારોને તાલીમ આપવાથી લઈ પ્રોત્સાહિત કરવા સુધીના સતત પ્રયાસો કર્યા હતા બંધુ બેલડીમાંથી એક તારો સોમવારે ખરી પડ્યો.

   મહેરનોશ કરંજિયા સાથે વર્ષો સુધી સંબંધ રાખનારા અને નજીકથી ઓળખનારા કલાપ્રેમીનું કહેવું છે કે મહેરનોશ કરંજિયા સમયનું ચુસ્તપણે પાલન કરતા હતા તેઓ એક જ એવા કલાકાર હતા કે તેને પૂરેપૂરું નાટક જ યાદ રહી જતું હતું  કોઈ પાત્ર પોતાનો ડાઇલોગ ભૂલી જાય તો મહેરનોશ કરંજિયા તેમની સેન્સ ઓફ હ્યુમરથી કલાકારને ભૂલી ગયેલો ડાયલોગ યાદ કરાવી આપતા, હાસ્યની રમઝટ વચ્ચે એવી રીતે યાદ કરાવી આપે કે પ્રેક્ષકને ખ્યાલ પણ ન આવે.

(8:05 pm IST)