Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ગાંધીનગર નજીક પોલીસે બિનવારસી ટેમ્પામાંથી બાતમીના આધારે લાખોનો દારૂનો જથ્થો ઝડપ્યો

ગાંધીનગર: શહેર અને જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીએ બાતમીના આધારે કોલવડા-આદરજ રોડ ઉપર બિનવારસી ટેમ્પોમાંથી ૯૫ પેટી વિદેશી દારૃનો જથ્થો ઝડપી પાડી કુલ ૬.૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી બુટલેગરોની શોધખોળ શરૃ કરી છે. રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે એલસીબી પીઆઈ જે.ડી.પુરોહિતે સ્ટાફના માણસોને એલર્ટ રહી બાતમીદારોને સક્રિય કરી વિદેશી દારૃનો વેપલો કરતાં બુટલેગરોને ઝડપવા માટે તાકીદ કરી હતી. દરમ્યાનમાં એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે કો.દિગ્વિજયસિંહ અને જીગ્નેશકુમારને બાતમી મળી હતી કે કોલવડાથી આદરજ જતાં રોડ ઉપર આવેલા અંબિકાનગર સોસાયટીની ખુલ્લી જગ્યામાં જીજેડબલ્યુ-૦૧-એક્સબી-૨૯૬૯માં વિદેશી દારૃનો જથ્થો પડયો છે જેના આધારે પોલીસે સ્થળ ઉપર તપાસ કરતં આ ડાલામાંથી ૪.૫૬ લાખની કિંમતની ૧૧૪૦ વિદેશી દારૃની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ ૬.૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને પેથાપુર પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો અને બુટલેગરોને શોધવા માટે દોડધામ શરૃ કરી દીધી હતી.
 

(6:39 pm IST)