Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

વાંસદા-ધરમપુર હાઇવે પર ટ્રકની ટક્કરે મોપેડ સવાર બે યુવાનોએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો

વાંસદા:વાંસદા-ધરમપુર માર્ગ પર રવાણીયા ગામે ધરમપુર તાલુકાનાં પાંચ યુવાનો બે બાઈક પર વાંસદા તાલુકામાં વણારસી ગામે લગ્નમાં જઈ રહ્યા હતા. તે દરમ્યાન એક મોપેડ પર સવાર ત્રણ યુવાનોને ટ્રકે ટક્કર મારતા બે યુવાનોનું કરૃણ મોત થયા હતા. ધરમપુર તાલુકાનાં ફુલવાડી ગામે ખોરી ફળિયામાં રહેતો દલપત ગુલાબભાઈ સીપટા (ઉ.વ.૨૦) અને તેના મિત્ર જીતેન્દ્ર ધીરૃભાઈ એજારીયા (ઉ.વ.૧૮, રહે.નાનીવરીયાળ, તા.ધરમપુર) તેમજ વિજય સોમલાભાઈ વાઢુ (ઉ.વ.૨૩, રહે. ફુલવાડી, તા. ધરમપુર) એક નંબર વગરની એક્ટીવા જ્યારે અન્ય બે મિત્ર એક બાઈક લઈ તમામ વાંસદા તાલુકાના વણારસી ગામે લગ્નમાં જવા નીકળ્યા હતા.વાંસદા-ધરમપુર માર્ગ પર રવાણીયા ગામની હદમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી આવતી ટ્રક (નં.-એમએચ-૦૪.સીપી-૩૧૫૩) નાં ચાલકે તેમની એક્ટીવાને પાછળથી ટક્કર મારતા એક્ટીવા સવાર ત્રણેય ફેંકાઈ ગયા હતા. જેમાં દલપત સાપટા રોડની બહાર ફેંકાઈ જતાં બચી ગયા હતા. જ્યારે જીતેન્દ્ર ઓજારીયા અને વિનયવાઢું ટ્રકનાં પાછળના ટાયર સાથે અથડાતા ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે મોતને ભેટયા હતા. ટક્કર માર્યા બાદ ટ્રક થોડી આગળ થઈ રોડની સાઈડે ખાડામાં ખાબકી વૃક્ષ સાથે અથડાઈ હતી. બનાવ અંગે વાંસદા પોલીસ મથકે દલપત સાપટાએ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા વધુ તપાસ વાંસદાના સેકન્ડ પી.એસ.આઈ. પી.પી.વસાવાએ હાથ ધરી હતી.

 

(6:39 pm IST)