Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

આપના ઉમેદવાર ઇસુદાન ગઢવીનો દાવોઃ બીજા તબક્કામાં આપને ઓછામાં ઓછી 52 બેઠકો મળશે

ઇસુદાન ગઢવીએ અમદાવાદના બોપલના ઘૂમામાં મતદાન કરતી વખતે આવો દાવો કર્યો

અમદાવાદઃ ચૂંટણીના બીજા તબક્કામાં દરેક પાર્ટીના નેતાઓ મતદાન વખતે જીતનો દાવો કરે છે. અમદાવાદના બોપલના ઘૂમામાં મતદાન કરવા પહોંચેલા આપના નેતા ઇસુદાન ગઢવીએ એવો દાવો કર્યો છે કે, બીજા તબક્કામાં આપને 52 બેઠકો મળશે.

આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવીએ અમદાવાદના બોપલના ઘૂમા વિસ્તારમાં મતદાન કર્યું. તેમણે મતદાન બાદ મોટો દાવો કર્યો. ઈસુદાન ગઢવીએ કહ્યું કે પાર્ટીને બીજા તબક્કામાં ઓછામાં ઓછી 52 બેઠક મળશે. જો કે પહેલા તબક્કાના મતદાનમાં પણ પાર્ટીને 51 બેઠકો મળવાનો દાવો ઈસુદાન ગઢવીએ કર્યો.

(5:37 pm IST)