Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

બનાસકાંઠાના થરાદના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યાનો આક્ષેપઃ ફેસબુકના માધ્‍યમથી માહિતી શેર કરી

થરાદમાં મામલો તંગ થતા પોલીસે ઘટના સ્‍થળે જઇ મામલો શાંત પાડયો

બનાસકાંઠાઃ બનાસકાંઠાના થરાદમાં મોડી રાત્રે થયેલા હુમલામાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત પર ભાજપના લોકોએ હૂમલો કર્યાનો આક્ષેપ થયો છે. પોલીસે ઘટના સ્‍થળે પહોંચી મામલો શાંત પાડયો હતો. સમગ્ર ઘટના બાદ ગુલાબસિંહ રાજપુતે ફેસબુક પર લાઇવ થઇ હુમલાની માહિતી આપી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. આજે ગુજરાતની 14 જિલ્લાની 93 બેઠકો પર 833 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. ત્યારે બીજા તબક્કાના મતદાન પહેલા વધુ એક ઉમેદવાર પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. થરાદના કોંગ્રેસી ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પર હુમલો કરાયો છે. તેઓએ ભાજપના ઈશારે હુમલો કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે.

થરાદના ધારસભ્ય ગુલાબસિંહ રાજપૂત ઉપર હુમલો કરાયાના આક્ષેપ તેઓએ કર્યો છે. ત્યારે મોડી રાત્રે થરાદમાં થયેલા આ હુમલામાં ગુલાબસિંહ ઉપર ભાજપના લોકોએ હુમલો કર્યાના આક્ષેપ ઉઠ્યો છે. ત્યારે થરાદમાં મામલો તંગ બનતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. સમગ્ર ઘટના બાદ ગુલાબસિંહ ફેસબુક પર લાઈવ થયા હતા અને હુમલાની માહિતી આપી હતી. જેના બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો હતો. 

ઉલ્લેખનીય છે કે, થરાદમાં ગુલાબસિંહ અને ભાજપના દિગ્ગજ શંકર ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. પ્રથમ તબક્કાના મતદાનની આગલી રાતે વાંસદામાં ભાજપા ઉમેદવાર પિયુષ પટેલ પર હુમલો કરાયો હતો, અને તેઓએ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના ઈશારે હુમલો કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. 

ગુજરાત વિધાનસાની ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન છે. 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થશે. સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી લોકો મતદાન કરી શકશે. 

    બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવારો મેદાનમાં

    બીજા તબક્કામાં 833માંથી 764 પુરૂષ અને 69 મહિલા ઉમેદવાર મેદાને

    93 બેઠક પર 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો

    1 કરોડ 29 લાખ 26 હજાર 501 પુરૂષ અને 1 કરોડ 22 લાખ 31 હજાર 335 મહિલા સહિત 894 અન્ય મતદારોનો સમાવેશ થાય છે

    બીજા તબક્કામાં 2,904 શહેરી મતદાન મથક સ્થળો પર 8,533 મતદાન મથકોમાં થશે મતદાન

    બીજા તબક્કામાં 12,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 17,876 મતદાન મથકોમાં મતદારો કરશે મતદાન 

    8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે

બીજા તબક્કામાં ક્યા જિલ્લાની કેટલી બેઠક પર મતદાન થશે તેની વાત કરીએ તો...બનાસકાંઠાની 9, પાટણની 4, મહેસાણાની 7, સાબરકાંઠાની 4, અરવલ્લીની 3, ગાંધીનગરની 5, અમદાવાદની 21, આણંદની 7, ખેડાની 6, મહીસાગરની 3, પંચમહાલની 5, દાહોદની 6, વડોદરાની 10, છોટા ઉદેપુરની 3 બેઠકો માટે મતદાન થશે. 

બીજા તબક્કામાં 60 પક્ષોએ તેમના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.જેમાં ભાજપ-આપે તમામ 93 બેઠક, કોંગ્રેસે 90, બીએસપીએ 44,  બીટીપીએ 12, સમાજવાદીએ પાર્ટીએ 5, એનસીપીએ 2 બેઠક પર પોતાના ઉમેદવારોને તક આપી છે. કુલ 285 અપક્ષ ઉમેદવારોએ પણ પોતાનું નસિબ અજમાવવા ચૂંટણીના મેદાનમાં ઝુકાવ્યું છે. 

(5:36 pm IST)