Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

સુરતમાં પિતા દ્વારા જ ગર્ભ ધારણ કરનાર સગીરાને કોર્ટે આપી ગર્ભપાતની મંજુરી આપતી સુરત સેસન્‍સ કોર્ટ

સગીરાની ઉંમર અને ગર્ભ નાનો હોવાનું કારણ અરજીમાં રજૂ કરાયું હતું:

 

 સુરત :સુરતમાં ત્રણ સંતાનના પિતાએ પોતાની જ દીકરી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જેના બાદ સગીર દીકરી ગર્ભવતી બની હતી. ત્યારે સુરત જિલ્લા કોર્ટે સગીરાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. સગીરાની ઉંમર અને ગર્ભ નાનો હોવાનું કારણ અરજીમાં રજૂ કરાયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કીમ વિસ્તારમાં રહેતા નિલેશ ધુલીયાએ પોતાની નજીક રહેતી 17 વર્ષીય સગીરાને પ્રેમના જાળમાં ફસાવી હતી. આ સગીરા નિલેશના જાળમાં એવી ફસાઈ હતી કે, તે તેની સાથે ભાગવા તૈયાર થઈ ગઈ હતી. નિલેશ ધુલીયા સાથે નીકળતા સમયે સગીરા પોતાના ઘરેથી 40 હજાર રૂપિયા રોકડા, સોનાની ચેઈન તથા કેટલોક સામાન લઈને નીકળવાની તૈયારીમાં હતી. ત્યારે તેના ઘરના સભ્યોના ધ્યાને આ વાત આવી હતી, જેથી તેનો ભાંડો ફૂટ્યો હતો.

બીજી તરફ, નિલેશ ધુલાયીએ સગીરાને લગ્નની લાલચ આપી હતી. તેના બાદ તેને તરછોડી દીધી હતી. આ બાદ સગીરાને પેટમાં દુખાવો થયો હતો. તેના પરિવારજનોએ તેની મેડિકલ તપાસ કરતા તે ગર્ભવતી હોવાનુ ખૂલ્યુ હતું. જેથી નિલેશનો ભાંડો ફૂટ્યો હતો.

સગીરા ગર્ભવતી હોવાનું જાણતા જ પરિવાર ચોંક્યો હતો અને પોલીસ ફરિયાદ કરી હતી. જેથી પોલીસે સગીરાની પૂછપરછ બાદ નિલેશની ધરપકડ કરી હતી. આ તપાસમાં ખુલાસો થયો હતો કે, નિલેશ ત્રણ સંતાનોનો પિતા છે, છતા સગીરાના પ્રેમમાં પડ્યો હતો.

આ તરફ, સગીરા 12 અઠવાડિયાની ગર્ભવતી હતી. તેથી તેના વકીલ દ્વારા તેનો ગર્ભપાત કરાવવાની મંજૂરી માંગવામાં આવી હતી. તેમણે દલીલ કરી હતી કે, સગીરાની ઉંમર નાની છે, તેમજ ગર્ભ પણ નાનો છે. તેથી ગર્ભપાતની પરવાનગી આપવામા આવે. આખરે બંને પક્ષોની દલીલ બાદ ગર્ભપાત કરાવવાની સુરત જિલ્લા કોર્ટ દ્વારા મંજૂરી આપવામા આવી હતી. 

(12:00 pm IST)