Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

દાહોદની ગાંધી હોસ્પિટલમાં ત્રણ દિવસના બાળકના મોત :પરિવારજનોનો હોબાળો

પરિવારજનોએ હોસ્પિટલના તબીબ સામે આરોપ લગાવ્યો કે મૃત હાલતમાં બાળકને રજા આપી

 દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં ત્રણ દિવસના બાળકનું મોત થયા બાદ પરિવારજનોએ હોસ્પિટલના તબીબ સામે આરોપ લગાવ્યો કે મૃત હાલતમાં બાળકને રજા આપી હતી. બાળકની સ્થિતિ ગંભીર હોવા છતા રજા આપી ન હતી અને બાળક મૃત્યુ પામ્યા બાદ રજા આપી હતી. ત્યારબાદ પરિવારજનો વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા તબીબે બાળકને મૃત જાહેર કર્યુ હતુ. સમગ્ર મામલે દાહોદ ગ્રામ્ય પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

(1:25 am IST)