Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

નર્મદાના સાગબારાના નાનીદેવરૂપણ ગામે શિક્ષકો વચ્ચેની મારામારીનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

મારામારીની ઘટનામાં એક શિક્ષકને ફરજ મોકૂફ કરાયો:ત્રણ શિક્ષકો સામે સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

 નર્મદાના સાગબારાના નાનીદેવરૂપણ ગામે શિક્ષકો વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં એક શિક્ષકને ફરજ મોકૂફ કરાયો છે. શિક્ષકોની મારામારી બાદ 3 શિક્ષકો સામે સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે ઉત્તમ વસાવા નામના શિક્ષકની ધરપકડ કરી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલિક શિક્ષકને ફરજ પરથી મોકૂફ કર્યો છે

   
(1:10 am IST)