Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ નહીં ઘૂસવા દઇએ: રાજ્યમાં ડ્રગ્સને ઘુસતો અટકાવવા પોલીસ કટિબદ્ધ :હર્ષ સંઘવી

સુરતમાં રાવણ દહન સમયે ઉપસ્થિત ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું

સુરતમાં રાવણ દહન સમયે હાજર રહેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ મહત્વનું નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે ભવિષ્યમાં પણ ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ નહીં ઘૂસવા દઇએ. રાજ્યમાં ડ્રગ્સને ઘુસતો અટકાવવા પોલીસ કટિબદ્ધ છે.સાથે જ દાવો કર્યો કે સરકારે રાજ્યના યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવા પ્રયત્નો કર્યા છે..જેના કારણે જ અન્ય દેશો અને રાજ્યોની સરખામણીએ ગુજરાતના યુવાનો ડ્રગ્સના નશાથી દૂર છે. જેમાં ભવિષ્યમાં પણ ગુજરાતમાં નહીં ઘુસી શકે ડ્રગ્સ તેમજ ડ્રગ્સને પકડવા માટે પોલીસ કટિબદ્ધ છે. રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી રાવણ દહન કાર્યક્રમમાં હજાર રહ્યા હતા. તેમજ અસત્ય પર સત્યના વિજયના પર્વમાં તે દર વર્ષે હાજર રહેતા હોવાનું જણાવ્યું હતું.

 

(8:39 pm IST)