Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

વડોદરાના મોગલવાડા વિસ્તારમાં નજીવી બાબતે થયેલી તકરારમાં યુવકને ગંભીર રીતે ઇજા પહોંચાડનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:શહેરના મોગલવાડા વિસ્તારમાં ઓટલા ઉપર ચપ્પલ પહેરી બેસવા બાબતે થયેલી તકરારમાં  બેસવા માટેની પાડી તોડી નાખી યુવકને ઘરે જઈ છરાનો ઘા મારી ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જનાર મદદગારને પણ ટ્યુબલાઈટના ફટકા મારી ઈજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદના આધારે વાડી પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

શહેરના મોગલવાડા વિસ્તારમાં રહેતા સમીર મલેક એ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે રાત્રે હું મહોલ્લામાં બેઠો હતો. મારી જોડે કેફ સજાદ સૈયદ (રહે -ખાનગાહ મહોલ્લો) ચપ્પલ પહેરીને બેઠો હોવાથી હું એ તેને ચપ્પલ નીકાળી બેસવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ હું ત્યાંથી નીકળી ગયો હતો. આ દરમિયાન તેણે બેસવા માટેની પાળી તોડી નાખી હતી. અને મૂડી રાત્રે કેફ તેના મિત્ર મોઈન મોહમ્મદ જુનેદ મન્સૂરી (રહે- નાલબંધવાડા) સાથે ઘસી આવ્યો હતો. અને મારા પિતાને અપશબ્દો બોલતા તેમને રોકતા મારી ઉપર છરા નો ઘા મારી લાકડી વડે હુમલો કર્યો હતો. જેની સારવાર કરાવી જમનાબાઈ હોસ્પિટલમાંથી બહાર નીકળતા હતા. તે સમયે કેફ અને તોફિક સબીર સૈયદ એ મને સારવાર માટે લાવનાર મોહમ્મદ તેહસીનને પણ લાકડીના ફટકા મારી ટ્યુબલાઈટ ફટકારી હતી.

(7:20 pm IST)