Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સુરતના રાંદેર રોડ પર નવરાત્રીની તૈયારી કરી રહેલ કિન્નરના ગળામાંથી સોનાની ચેઇન તફડાવી ગઠિયો છૂમંતર.....

સુરત: રાંદેર રોડ ભિક્ષુક ગૃહ નજીક કિન્નર સમાજના દાદી ભવનની સામે નવરાત્રીની તૈયારી કરી રહેલા કિન્નરને નિશાન બનાવી બાઇક સવાર સ્નેચર 15 તોલાની સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા.

રાંદેર રોડ રામનગર સ્થિત ભીક્ષુક ગૃહની બાજુમાં આવેલા દાદી ભવનમાં રહેતા કિન્નર પ્રિયંકાકુવર નાયક નુતનકુવર (ઉ.વ. 42) ગત રાતે 8 વાગ્યાના અરસામાં પોતાના સમુદાયના લોકો સાથે જમ્યા બાદ દાદી ભવનની સામે થતા નવરાત્રીના રાસ ગરબાની તૈયારી કરી રહ્યા હતા. પ્રિયંકાકુવર સમુદાયના લોકો સાથે દાદી ભવનની સામે ઉભા હતા ત્યારે સીબીઝેડ બાઇક પર ઘસી આવેલા બે સ્નેચરો પ્રિયંકાકુવરે ગળામાં પહેરેલી 15 તોલા વજનની સોનાની ચેઇન કિંમત રૂ. 4.30 લાખની આંચકી લીધી હતી. પ્રિયંકાકુવર બુમાબુમ કરી હતી પરંતુ સ્નેચરો પુર ઝડપે બાઇક હંકારીને ભાગી ગયા હતા. ધટના અંગે પ્રિયંકાકુવરે રાંદેર પોલીસમાં ફરીયાદ નોંધાવતા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

 

(7:19 pm IST)