Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સુરતના ભટાર વિસ્તારમાં લિફ્ટ તૂટી પડતા એક શખ્સનું મૃત્યુ:એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરત: શહેરના ભટાર વિસ્તારના ગીરધર એસ્ટેટ 2 માં લૂમ્સના કારખાના અને લોન્ડ્રીમાં કામ કરતા આઠ કારીગરો ભરેલી લીફ્ટ તૂટી પડતા ગંભીર દુઘર્ટના સર્જાય હતી. જેમાં એકનું મોત થયું હતું જયારે અન્ય ગંભીર રીતે ઘવાયા હતા.

ભટાર વિસ્તારમાં શાંતિનાથ મિલની પાછળ આવેલા ગિરધર એસ્ટેટ-2માં ગંભીર દુર્ઘટના સામે આવી છે. ગિરધર એસ્ટેટ-2માં આવેલા લૂમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનાના આઠ કારીગરો આજે સવારે અરસામાં ત્રીજા માળેથી લીફ્ટમાં નીચે આવી રહ્યા હતા. ત્યારે ત્રીજા માળેથી અચાનક લીફ્ટ તૂટી પડતા ગંભીર દુઘર્ટના સર્જાય હતી. લીફટ તૂટી પડતા તેમાં સવાર કારીગરોની ચીચયારીથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. લીફ્ટ નીચે પટકાતા આઠ પૈકી એક કારીગરનું મોત થયું હતું જયારે અન્ય સાતને કમર, પેટ અને છાતીના ભાગે ઇજા થઇ હતી. ઘટનાની જાણ થતા તુરંત જ પોલીસ અને મેયર હેમાલી બોઘાવાલા ઘસી ગયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

(7:14 pm IST)