Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સુઝલોન એનર્જી લિમિટેડનો ઈશ્‍યૂ ૧૧મીએ ખુલશે,૨૦મીએ બંધ

(કેતન ખત્રી), અમદાવાદઃ ભારતની વિન્‍ડ કમ્‍પોનેન્‍ટ ઉત્‍પાદન સેગમેન્‍ટમાં ક્ષમતાની દ્રષ્ટિએ તથા ભારતમાં સેવા આપવાની ક્ષમતાની દ્રષ્ટિએ ટોચની રિન્‍યૂએબલ ઓએન્‍ડએમ સર્વિસ -ોવાઇડર્સ પૈકીની એક સુઝલોન એનર્જી લિમિટેડએ ૧૧ ઓકટોબરના રોજ એનો ૧,૨૦૦ કરોડનો રાઇટ્‍સ ઇશ્‍યૂ ખુલવાની જાહેરાત કરી છે.

જે ૨૦ ઓકટોબરના રોજ બંધ થશે. કંપની રોકડ બદલ ૨,૪૦૦,૦૦૦,૦૦૦ આંશિક પેઇડ-અપ ઇક્‍વિટી શેર્સ સુધી ઇશ્‍યૂ કરશે, જેમાં રાઇટ્‍સ ઇક્‍વિટી શેરદીઠ કિંમત ૫ છેઅને કુલ ૧,૨૦૦ કરોડ સુધી ઇશ્‍યૂ થશે.ઇશ્‍યૂ મારફતે પ્રાપ્ત ફંડનો ઉપયોગ કંપની અને એની પેટાકંપનીઓએ લીધેલા ચોક્કસ બાકી નીકળતા ઋણની પુનઃચુકવણી કે આગોતરી ચુકવણી માટે તેમજ સાધારણ કોર્પોરેટ કામગીરીઓ માટે થશે.

(3:47 pm IST)