Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ભૂપેન્દ્રભાઈ પટેલે વિજયાદશમી ના અવસરે સુરક્ષા કર્મીઓ સાથે શસ્ત્ર પૂજન કર્યું : સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવીને રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા,સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી

રાજકોટ તા.૫

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિજયાદશમી ના અવસરે મુખ્યમંત્રી સુરક્ષા કર્મીઓ સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કર્યું હતું.

     મુખ્યમંત્રીની સુરક્ષા સલામતી વ્યવસ્થામાં ફરજરત સુરક્ષા કર્મીઓના શસ્ત્રોના પ્રતિ વર્ષ વિજયાદશમીએ શાસ્ત્રોકત પૂજન ની પરંપરા હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવી છે.

     આજે વિજયાદશમીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પરંપરા આગળ ધપાવતા પોતાની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું હતું.

    તેમણે સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા,સમાજ સુરક્ષા માટે   પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી.

     મુખ્યમંત્રી સુરક્ષાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ મુખ્યમંત્રીશ્રીને આ પ્રસંગે આવકાર્યા હતા.

(2:37 pm IST)