Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

રાજપીપળા એસટી ડેપોમાં કોન્ટ્રાકટ પર કામ કરતા સફાઈ કામદારો પગાર બાબતે 3 દિવસથી કામગીરી બંધ કરતા ગંદકીનું સામ્રાજ્ય

કોરોનાના હાઉ વચ્ચે પ્લેટફોર્મ ઉપર ગંદકી અને ડસ્ટબીન પણ ઉભરાઈ જતા હાજર સ્ટાફ અને મુસાફરોમાં રોગચાળાનો ભય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના એક માત્ર મોટા રાજપીપળા એસટી ડેપોમાં વારંવાર અનેક તકલીફો જોવા મળે છે જેમાં હાલ ત્યાં સફાઈ કામગીરી કરતા 6 જેવા કર્મચારીઓને બે મહિનાથી પગાર ન મળતા કામદારો દ્વારા સફાઈ કામગીરી 3 દિવસ થી બંધ કરી દેતા ડેપોના પ્લેટફોર્મ પર ભારે ગંદકી જોવા મળે છે.જેમાં ત્યાં હાજર એસટી કર્મચારીઓ સહિત આવતા જતા મુસાફરોમાં આવી ગંદકી અને ડસ્ટબીન પણ ઉભાઈ જતા મચ્છરોનો ઉપદ્રવ થાય તો કોઈ રોગચાળો ફેલાય તેવી પણ દહેશત સતાવી રહી છે.
  જોકે ત્યાં હાજર સફાઈ કામદારોના જણાવ્યા મુજબ બહારના કોન્ટ્રાક્ટર તો બહુ ખાસ અહીં આવતા નથી પરંતુ એમના સુપરવાઈઝરને વારંવાર પગાર બાબતે રજુઆત કરવા છતાં કોઈ યોગ્ય જવાબ મળતો નથી અને વારંવાર પગાર બાબતે પૂછતાં છુટા કરવાની ધમકી પણ અપાઈ છે માટે અમે હાલ કામ બંધ કર્યું છે.જ્યાં સુધી અમારો બાકી પગાર નહિ મળે ત્યાં સુધી અમે સફાઈ કામગીરી નહિ કરીયે તેમ ત્યારે ભરૂચ,નર્મદા એસટી ડિવિઝન માં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ આ મામલે પગલાં ક્યારે લેશે તે જોવું રહ્યું.

(10:13 pm IST)