Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ઝીરો ગ્રેવીટી આર્ટ કલબ દ્વારા ઓનલાઇન પ્રસ્તુતી 'સાહિત્યની સફર' : ગરબા - લોકગીતોની જમાવટ

(કેતન ખત્રી) અમદાવાદ : રાજકોટના ઝીરો ગ્રેવિટી આર્ટ કલબ દ્વારા ગુજરાતી સાહિત્યને બિરદાવવા અને અમુક અદભૂત રચનાઓને સાહિત્ય પ્રેમી સુધી પહોંચાડવા માટે એક સુંદર પ્રયત્ન 'સાહિત્યની સફરે' થકી થયો હતો. જેમાં પહેલી સિઝન અંતર્ગત અનિલ ચાવડા, મિલિન્દ ગઢવી, જય વસાવડા, RJ જય, આરજે રૂહાન, પલક ચતવાની, પ્રતિક જાની, દિપાંશી શાસ્ત્રી, જયદીપ પાઠક, કેયુર પોપટ, વિશ્રૂત માંકડ, રક્ષિત સગપરીયા આ વિચારમાં ઉત્સાહભેર વિવિધ ગુજરાતી રચનાઓનું પઠન કર્યું હતું.

બીજી સિઝનમાં ગુજરાતી ગરબા અને લોકગીતોને એક અલગ જ સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ગાથા પોટા, જૈનમ મોદી, હિમાની નાયક, ધૈર્ય રાજપરા, શ્વેતા રાજયગુરુ, દ્રષ્ટિ શેઠ, હર્ષી ભટ્ટ, ઇમોશન સબમરીન સહિતના મિત્રો જોડાયા હતા. આવનારી સિઝન જોવા માટે ઈન્સ્ટાગ્રામ પેજ 'zero_gravity18' તથા યુટ્યુબ ચેનલ zero gravity open mics પર મુલાકાત લેવા જણાવ્યું છે. આ સિઝનને સફળ બનાવવા માટે કેયુર ભટ્ટ, રક્ષિત વખારીયા, કેવલ શાહ અને જય બુદ્ઘદેવ સહિતના મિત્રોએ જહેમત ઉઠાવી હતી. વધુ માહીતી માટે મો.૮૮૬૬૦૬૧૩૪૩ અથવા મો.૯૫૩૭૨૯૮૧૮૧ ઉપર સંપર્ક કરી શકાશે.

(2:43 pm IST)