Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

બનાસકાંઠાના દિયોદર, લાખણી, અને થરાદ તાલુકામાં વરસાદ: ભારે પવન : અનેક વિસ્તારોમાં વિજળી ગુલ

લાખણીના સેકરા, મટુ, મોરાલ, કુડા સહિતના ગામો, દિયોદરના જાલોઢા, માનપુરા, નવાપુરા, સોની સહિતના ગામો અને થરાદના જેતડા, મેઘપુરા, રાહ સહિતના ગામોમાં વરસાદ

બનાસકાંઠાના દિયોદર, લાખણી, થરાદ તાલુકામાં વરસાદ પણ નોંધાયો છે. જ્યારે ભારે પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઈ છે. તેમજ લાખણીના સેકરા, મટુ, મોરાલ, કુડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. આ ઉપરાંત દિયોદરના જાલોઢા, માનપુરા, નવાપુરા, સોની સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. તેમજ લાખણી તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે. આ ઉપરાંત થરાદના જેતડા, મેઘપુરા, રાહ સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. જેમાં વરસાદ સાથે આવેલ ભારે પવનના કારણે નુકસાન થયુ હોવાની શક્યતા છે.

(11:05 pm IST)