Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

રાજ્યના 105થી વધુ તાલુકામાં અડધાથી છ ઇંચ વરસાદ ખાબક્યો

કેશોદના પ્રાસલી ગામે ધોધમાર 3 ઈંચ જેટલો વરસાદ પડતાં બળોદરી નદીમાં ઘોડાપૂર આવતાં મીની ટ્રેક્ટર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયું .

અમદાવાદ : રાજ્યના 105થી વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 6 ઈંચ જ્યારે પોરબંદરના રાણાવાવ અને જૂનાગઢ શહેરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.

  સૌરાષ્ટ્રમાં કેટલેક સ્થળે સાંબેલાધાર વરસાદ પડ્યો છે. જૂનાગઢના વંથલીમાં એક કલાકમાં આશરે 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમરેલી, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ સહિતના પંથકમાં ભારે વરસાદ પડ્યો છે

 . જૂનાગઢ જિલ્લાના કેશોદના પ્રાસલી ગામે ધોધમાર વરસાદ પડ્યો છે. 3 ઈંચ જેટલો વરસાદ પડતાં બળોદરી નદીમાં આવ્યું ઘોડાપૂર આવ્યું હતું. નદીમાં પૂર આવતાં મીની ટ્રેક્ટર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયું હતું. પાણીના વહેણમાં પુલ પરથી ખેડૂતોને જીવના જોખમે પસાર થવાનો વારો આવ્યો હતો. મીની ટ્રેક્ટર પાણીમાં તણાતા ખેડૂતે પાણીમાં કૂદકો માર્યો હતો અને તે તરીને બહાર આવી જતાં તેનો બચાવ થયો હતો.

(8:59 pm IST)