Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનો સંવેદનશીલ અભિગમ: દિવ્યાંગ આંત્રપ્રિન્યોરને સન્માનિત કરવા હોલની બહાર દોડી ગયા

દિવ્યાંગો માટે વ્હીલચેર સ્કૂટરનું સ્ટાર્ટઅપ શરૂ કરનારા જિજ્ઞેશ શાહ નામના દિવ્યાંગ આંત્રપ્રિન્યોર સન્માન સ્વીકારવા માટે સ્ટેજ સુધી પહોંચી શકે તેમ ન હોવાનું ધ્યાને આવતા કેન્દ્રીયમંત્રી હોલની બહાર પહોંચ્યા ,

ગાંધીનગર :  ડિજિટલ વીક-૨૦૨૨ની ઉજવણી અંતર્ગત ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય રેલવે, આઈ.ટી અને ઇલેક્ટ્રોનિક મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈડીઆઈઆઈ કેમ્પસ, ભાટ ખાતે આજે વિવિધ સ્ટાર્ટઅપ્સ સાથે સંવાદ કર્યો હતો તથા વિવિધ ક્ષેત્રના પાંચ જેટલા સ્ટાર્ટઅપને સન્માનિત કર્યા હતા. દરમિયાન, દિવ્યાંગો માટે વ્હીલચેર સ્કૂટરનું સ્ટાર્ટઅપ શરૂ કરનારા જિજ્ઞેશ શાહ નામના દિવ્યાંગ આંત્રપ્રિન્યોર સન્માન સ્વીકારવા માટે સ્ટેજ સુધી પહોંચી શકે તેમ ન હોવાનું ધ્યાને આવતા, મંત્રી સંવેદનશીલ અભિગમ દાખવીને હોલની બહાર દોડી ગયા હતા અને રૂબરૂ જઈને તેમનું સન્માન કર્યું હતું.

(8:11 pm IST)