Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

વડોદરામાં રખડતા ઢોરનો આતંક:વધુ એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: શહેરમાં રખડતા ઢોર હોય કે કુતરા હોય તેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે ગઈકાલે રાત્રે સંગમ ચાર રસ્તા પાસે વધુ એક યુવકને રખડતી ગાયને કારણે અકસ્માત થતા સારવાર માટે દવાખાનામાં દાખલ કરતા માથામાં પાંચ ટાંકા આવ્યા હતા. વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત એક યુવક રસ્તો ઓળંગવા જતા ગાય ભેગી મારતા તેને આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો જે અંગે યુવકના પરિવારજનોએ કોર્પોરેશન ઉપર વળતરની માંગણી કરવામાં આવી છે તો ગઈકાલે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં માતા પુત્રીને પણ રખડતી ગાયે અડફટમાં લેતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી તો ગઈકાલે ગોરવા વિસ્તારમાં ઘરમાં ઘોડિયામાં સૂતેલી ચાર મહિનાની બાળકીને કૂતરું કરડી જવાનો કિસ્સો બન્યો હતો

એ જ રીતે ગઈકાલે રાત્રે હરણી સંગમ રોડ વિસ્તાર માંથી મોટરસાયકલ લઈને પસાર થતાં ,કિશન વાડી વલ્લભ રેસિડેન્સી ખાતે રહેતા સાગર કુટે નામનો યુવક પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારેજ ગાય રસ્તા માં આવી જતા અકસ્માત સર્જાયો હતો અને પડી જતામાથા માં ગંભીર ઇજાઓ થઇ હતી,૬ ટાકા લેવા માં આવ્યા ,ખાનગી હોસ્પિટલ થી એસ.એસ.જી દાખલ કરવામાં આવ્યા હતાજેથી કોર્પોરેશનની રખડતા ઢોર પકડવાની ચાલતી ઝુંબેશ પર સવાલ ઉભા થાય છે.

(7:09 pm IST)