Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ધાનેરા તાલુકાના શેરા ગામે સંરક્ષણ દીવાલની કામગીરીમાં હલકી ગુણવત્તાનો સમાન વાપરવામાં આવતો હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ

ધાનેરા: તાલુકાના શેર ાગામે બનાવવવામાં આવતી સંરક્ષણ દિવાલની કામગીરીમાં હલકીકક્ષાના સરસામાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની સ્થાનિકેમાં ફરિયાદ ઉઠવા પામી છે. પ્રજાના કરોડો રુપિયાના ખર્ચે બની રહેલી દિવાલમાં ગેરરિતી આચરવામાં આવી રહી હોવાના સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે. જેથી સત્વરે દિવાલમાં ગુણવતાસભર કામગીરી કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉભી થવા પામી છે. ધાનેરા તાલુકાના શેરા ગામ થી રામપુરા મોટા ગામ ને જોડતા પાકા ડામર રસ્તા પર માર્ગ મકાન વિભાગ દ્વારા પુર સંરક્ષણ દિવાલનું કામ થઈ રહ્યું છે.આમ તો જ્યાં પાણીનું વહેણ પસાર થતું હોય એ જગ્યા પર રસ્તાનું ધોવાણ ના થાય તે માટે મજબૂત દિવાલ બાધવામા આવતી હોય છે.જેના કારણે શેરા ગામ નજીક પુર સંરક્ષણની મજબૂત દીવાલનું કામ ચાલી રહ્યું છે.મજબૂત અને ટકાઉ દિવાલ માટે રેતી સિમેન્ટ અને સૌથી જરૃરી લોખંડ ના સળિયાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.

જો કે શેરા થી રામપુરા મોટા ગામ ને જોડતા માર્ગ પર બની રહેલી પુર સંરક્ષણની દિવાલમા માત્ર નામ પૂરતા લોખંડ ના સળિયા જોવા મળી રહ્યા છે.હાથ થી પણ વાળી શકાય આટલા પાતળા લોખંડના સળિયાનો ઉપયોગ કરી દિવાલનું બાંધકામ થઈ રહ્યું છ.ે પાણીના વહેણ પર બની રહેલી સંરક્ષણ દીવાલ ના કામ ને લઈ સ્થાનિક લોકો સવાલો ઊભા કરી રહ્યા છે.

(6:54 pm IST)