Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ગુજરાત બ્રહ્મ સમાજ વિરમગામ તાલુકા યુવા મોરચાના પ્રમુખ તરીકે નીલ પાઠકની વરણી

અમદાવાદ જિલ્લાના બાવળા, ધોળકા, સાણંદ, વિરમગામ, ધંધૂકા, દસકોઈ તાલુકામાંથી બ્રહ્મ સમાજના અગ્રણીઓ,યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ગુજરાત બ્રહ્મ સમાજની અમદાવાદ જિલ્લા વિભાગની મીટીંગ બાવળા મુકામે યોજાઇ હતી જેમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના રાજ્યકક્ષાના ટ્રસ્ટી અને ભાજપના મીડિયા સેલના કન્વીનર યજ્ઞેશભાઇ દવે, ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ ભરતભાઇ રાવલ, મુખ્ય સંગઠક અશ્વિનભાઈ ત્રિવેદી, મીડિયા સેલના કન્વીનર દિનેશભાઈ રાવલ, ઉપપ્રમુખ રાકેશભાઈ પાઠક, અમદાવાદ જીલ્લા મહામંત્રી યજ્ઞેશભાઇ મહેતા યુવા પ્રમુખ માલવભાઈ પંડિત, મંત્રી કૃણાલભાઈ દીક્ષિત, યુવા પ્રમુખ મયુરભાઈ મેહતા મંત્રી ધવલભાઈ દવે દ્વારા ગુજરાત બ્રહ્મસમાજ વિરમગામ તાલુકા યુવા મોરચા પ્રમુખ તરીકે નીલ જયદીપભાઇ પાઠક ની નિમણુંક આપવા માં આવી હતી.આ મિટિંગમાં અમદાવાદ જિલ્લાના બાવળા, ધોળકા, સાણંદ, વિરમગામ, ધંધૂકા, દસકોઈ તાલુકામાંથી બ્રહ્મ સમાજના અગ્રણીઓ,યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

   
(6:49 pm IST)