Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જામશેઃ જુનાગઢમાં અતિભારે વરસાદની આગાહી

૧૦૭ તાલુકાઓમાં મેઘમહેર, ૩૫ તાલુકાઓમાં ૧ ઈંચથી વધુ વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ૧૦૭ તાલુકાઓમાં મેઘરાજાએ જમાવટ કરી હતી. જેમાં ૩૫ તાલુકાઓમાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અમરેલીના ખાંભામાં બે કલાકમાં બે ઈંચ સહિત સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે જૂનાગઢમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ ૧૫ ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં વલસાડના પારડીમાં ૩.૬, ઉમરગામમાં ૨.૭૧, વાપીમાં ૨.૨૦, અમરેલીના સાવરકુંડલામાં ૩.૧૧ જયારે ખાંભામાં ૨ ઈંચ, પારડીમાં દોઢ ઈંચ, ઉમરગામમમાં ૧.૭૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જૂનાગઢના વિસાવદર, સુરતના પલસાણા, સુરત શહેર, અમરેલીના ધારી-વાડિયા, નવસારીના ખેરગામમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે આજે સુરત, નવસારી, વલસાડ, ભરૃચ, તાપી, ડાંગ, આણંદ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, દીવમાં  જ્યારે ૬ જુલાઈએ નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકામાં તેમજ ૭ જુલાઈએ સુરત નવસારી, વલસાડ, દમણ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક ત કરવામાં આવી છે તેમજ ૮ જુલાઈએ અતિ ભારે તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

જયારે સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ ચોર્યાશી તાલુકામાં નોંધાયો છે. સુરત અને નવસારીમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ એલર્ટ કરી દેવામાં આવી છે.

(3:07 pm IST)