Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

અમદાવાદમાં ૧૦૦૦ નાગરિકે માત્ર ૪ મ્‍યુ.કર્મચારી તો પણજીમાં ૧૯: મુંબઇ-કોલકત્તામાં ૮.૮ સંખ્‍યા

દિલ્‍હીમાં દર હજારે માત્ર ૩ મ્‍યુ.કર્મચારી તો કોચીમાં માત્ર ૨

નવી દિલ્‍હી, તા.૫: અમદાવાદીઓ પર કેપીટા પ્રોપર્ટી ટેક્ષ ચુકવવામાં દેશમાં છઠ્ઠા નંબરે આવે છે, અહીં માથાદીઠ વાર્ષિક ૧૫૬૫ રૂપિયા ટેક્ષ ચૂકવાય છે પણ તેમને સેવા આપવામાં એએમસી ઉણું ઉતરે છે. અહીં દર ૧૦૦૦ની વસ્‍તીએ કોર્પોરેશનના ફકત ૪ કર્મચારીઓ કામ કરે છે તેની સામે વિશ્‍વનું સૌથી કોર્પોરેશન ધરાવત પણજીમાં દર ૧૦૦૦ નાગરિક ૧૯ કોર્પોરેશન કર્મચારીઓ કામ કરે છે.

હાલમાં જ કેન્‍દ્રિય શહેરી વિકાસ મંત્રાલયે ૩૭ મોટા મ્‍યુનિસીપલ કોર્પોરેશનોની વિભીન્‍ન માપદંડો પર સરખામણી કરતુ એક પ્રેઝન્‍ટેશન તૈયાર કર્યુ છે. દર ૧૦૦૦ વ્‍યકિતએ કોર્પોરેશનના કર્મચારીની સંખ્‍યા બાબતે તેમાં જણાવાયુ છે કે મુંબઇ અને કોલકતામાં દર ૧૦૦૦ નાગરિકે ૮ મ્‍યુ.કર્મચારીઓ છે. આ રિપોર્ટમાં દિલ્‍હી અમદાવાદથી પણ પાછળ છે. વિજયવાડા, રાંચી, ભૂવનેશ્‍વર અને ભોપાલની પરિસ્‍થિતી તાોે તેનાથી પણ ખરાબ છે ત્‍યાં દર ૧૦૦૦ નાગરિકે ફકત ૨ કર્મચારીઓ છે.અમદાવાદમાં ૬૪ લાખની વસ્‍તી માટે ૨૩૪૩૩ કર્મચારીઓ છે. જેમાંથી ૧૭૩૭૪ સફાઇ કામદારો છે અને તેમાંથી અમુક ટકા પટાવાળા છે. આમાં કોન્‍ટ્રાકટ પર રાખેલા કર્મચારીઓ પણ સામેલ છે. એએમસીના એક સીનીયર અધિકારીએ કહ્યું કે ખરેખર તો ઝોનલ ઓફીસોમાં ફ્રન્‍ટલાઇન વર્કરોની સંખ્‍યા ફકત ૬૦૮૯ જ છે. નવી ભરતીનો અભાવ આનુ મુખ્‍ય કારણ છે એએમસી ભરતીની પ્રક્રિયા કરે તો પણ તેમાં રાજય સરકારની મંજૂરીની જરૂર પડે છે.

ગુજરાત ઇન્‍સ્‍ટીટયુટ ઓફ સીવીલ એન્‍જીનીયર્સ એન્‍ડ આર્કીટેકટના પ્રમુખ અને ભૂતપૂર્વ ટાઉન પ્‍લાનર વત્‍સલ પટેલે કહ્યુ, હું નથી માનતો કે વધારે કર્મચારીઓની ભરતીથી સેવાઓ સુધરશે. મ્‍યુનિસિપલ સેવાઓ માટે માનવ સંસાધનની કવોલીટી સુધારવી પડશે. કોર્પોરેશનના કર્મચારીઓ પ્રોફેશનલ્‍સ હોવા જોઇએ અને તેમણે પોતાની સેવાઓની કવોલીટી પર ધ્‍યાન આપવુ જોઇએ. સમયાંતરે તેમને પ્રશિક્ષિત કરવા જોઇએ. તેમને પ્રોત્‍સાહિત કરવા માટે પગલાઓ લેવાવા જોઇએ.

(11:52 am IST)