Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

નર્મદા જિલ્લા ભારતીય કિસાન સંઘે કરજણ જળાશયની કામગીરી ઝડપી પૂર્ણ કરવા કલેકટરને આવેદન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આજરોજ નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

  આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે વર્તમાન સમયમાં કિસાનોને વિજ પુરવઠો હોર્સ પાવર આધારીત અને મીટર આધારીત આપવામાં આવે છે જેમાં બન્નેના વિજદરમાં તફાવત છે,જેથી મીટર આધારીત ખેડૂતોને નુકશાની જાય છે માટે મીટર આધારીત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારીત ભાવથી જ વિજ પુરવઠો આપી સમાનતા લાવવામાં આવે તે રીતનું આયોજન કરી ખેડૂતોને થતા નુકશાનમાથી બચાવવા તેમજ કરજણ જળાશય યોજનાની રિચાર્જ કેનાલની કામગીરી છેલ્લા કેટલાય વર્ષોથી મંદગતિએ ચાલી રહી છે તેનું ઝડપી નિરાકરણ લાવવા બાબતે કિસાન સંઘનાં હોદ્દેદારો અને કાર્યકરોએ નર્મદા કલેકટર ને આવેદન આપી રજૂઆત કરી હતી

 

(10:41 pm IST)