Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

લ્યો બોલો : નંદાસણ પોલીસ સ્ટાફ ઊંઘતો રહ્યો અને પ્રેમીને લોકઅપમાંથી પ્રેમિકાએ ભગાડ્યો

પ્રેમી યુગલ ભાગી ગયા બાદ વકિલ મારફતે પોલીસ મથકે હાજર: પોલીસે જેલભેગો કર્યો

મહેસાણાથી ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે,જેમાં સગીર વયની પ્રેમિકાએ પોતાના પ્રેમીને જેલના સળીયા પાછળથી ભગાડીને આઝાદ કર્યો છે. વાત કંઇક એવી છે કે, એક સગીરા પોતાના પ્રેમી સાથે ભાગી ગઇ હતી. જેથી તેના પરિવારજનોએ પ્રેમી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે, વકિલ મારફતે પ્રેમી યુગલ પોલીસ સ્ટેશનમાં હાજર થયું હતું.
મહેસાણા જિલ્લાના કડીમાં રહેતા યુવકને પોતાના મહેલ્લામાં રહેતી સગીરા સાથે પ્રેમ થઇ ગયો હતો. થોડા સમય પહેલાં બંને પ્રેમી પંખીડા ભાગી ગયા હતા. આ મામલે સગીરાના પરિવાજનોએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ પ્રેમી પંખીડાની શોધખોળ કરી રહી હતી. આ વચ્ચે ફરાર થયેલા પ્રેમી પંખીડા વકિલ મારફતે નંદાસણ પોલીસ મથકે હાજર થયા હતા.

નંદાસણ પોલીસ મથકામાં હાજર થતા પોલીસે પ્રેમીની અટકાયત કરી લીધી હતી અને પ્રેમીને લોકઅપમાં પુરી દીધો હતો. જ્યારે પ્રેમિકાને લોકઅપની બહાર મહિલા જી.આર.ડી. પાસે રાખી હતી. આ દરમિયાન મધરાતે ત્રણ વાગ્યાના અરસામાં મહિલા જી.આર.ડી. અને પોલીસ કર્મચારીઓની આંખ લાગી જતા બધા સુઇ ગયા હતા. ત્યારે પ્રેમીએ પ્રેમિકાને ડ્રોવરમાંથી ચાવી લઇને લોકઅપ ખોલવાનું કહ્યું હતું. જેથી પ્રેમિકાએ પ્રેમીના કહેવા મુજબ બીલ્લી પગલે છાનામાના ડ્રોવરમાંથી ચાવી લઇને લોકઅપનું તાળુ ખોલી નાખ્યું હતું.

લોકઅપનું તાળુ ખોલી પ્રેમીને બહાર કાઢીને બંને ભાગ્યા હતા. જોકે, આ હરબડીમાં પોલીસ સ્ટાફ જાગી ગયો હતો. જેથી પ્રેમી દોટ મૂકી પોલીસ સ્ટેશનની વંડી ઠેકીને ફરાર થવામાં સફળ થયો હતો. જ્યારે પ્રેમિકા ભાગે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધી હતી. પોલીસે ગતરાતથી પ્રેમીની શોધખોળ હાથ ધરી છે. જોકે હજું પ્રેમી મળ્યો નછી. આ મામલે નંદાસણ પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ નિકિતાબેને પ્રેમી-પ્રેમિકા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવી છે.

(10:24 pm IST)