Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જન આરોગ્ય યોજનાનો લાભ નાગરિકોને મળી રહે તે માટે સઘન કામગીરી કરી રહેલી નાંદોદ આરોગ્ય ટીમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ (PMJAY) નો વિમા લાભ તમામ નાગરિકોને મળી રહે તે  માટે નાંદોદ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. સુમનભાઇ અને તરોપાના મેડિકલ ઓફિસર ડૉ. જીલ પટેલ, ડૉ. વિજયાબેન વસાવા અને ડૉ. પ્રિન્સના માર્ગદર્શન હેઠળ તરોપા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અજય ભગત અને જયેશ બારોટ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં આવતા તમામ નાગરિકોને આ યોજનાનો લાભ મળી રહે તે માટે રાત્રી સુધી કામગીરી કરવામાં આવી રહી છે.  સરકારના આ સારા અભિગમને લોકો સુધી પહોંચાડવા કર્મચારીઓ સતત મહેનત કરી રહ્યા છે.

(10:09 pm IST)