Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

વિધાનસભા ગૃહ ખાતે શૈક્ષણિક ક્ષેત્રે મહત્વની જાહેરાત કરતાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

રાજ્યની યુનિવર્સિટીઓ અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી-બિનસરકારી અનુદાનિત કોલેજોના પ્રાધ્યાપકોને કેન્દ્રીય સાતમા પગાર પંચનું એરિયસ ચૂકવાશે

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે ચાલી રહેલા અંદાજપત્ર સત્ર દરમિયાન શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શૈક્ષણિક ક્ષેત્રે મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, રાજ્યની યુનિવર્સિટીઓ અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી-બિનસરકારી અનુદાનિત કોલેજોના પ્રાધ્યાપકોને કેન્દ્રીય સાતમા પગાર પંચનું એરિયસ ચૂકવાશે.

  મંત્રી ચુડાસમાએ કહ્યું હતું કે, રાજ્યની યુનિવર્સિટીઓ અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી - બિન સરકારી અનુદાનિત કોલેજોના પ્રાધ્યાપકોને યુજીસીની ભલામણ મુજબ કેન્દ્રીય સાતમા પગારપંચના પગાર સુધારણાનો લાભ આપવામાં આવશે. કોરોનાની મહામાર ને કારણે રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થયો છે તેમ છતાં શૈક્ષણિક હિતોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ સાથે આ લાભ શિક્ષણ વિભાગના તા.૧/૨/૨૦૧૯ ના ઠરાવ મુજબ તા.૧/૧/૨૦૧૬ થી આપવામાં આવશે. મળવાપાત્ર કુલ એરિયર્સની ૫૦% રકમ પ્રથમ હપ્તા પેટે ચૂકવવામાં આવશે

(7:34 pm IST)