Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

સુરતના પાંડેસરામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમ બિહારી યુવાનને જેલકસ્ટડીમાં મોકલવામાં આવ્યો

સુરત: શહેરના પાંડેસરાની 10 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપી બિહારી યુવાનના એક દિવસના રિમાન્ડ આજે પુરા થતાં ફર્ધર રિમાન્ડ ન મંગાતા કોર્ટે આરોપીને જેલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો છે.

પાંડેશરા વિસ્તારની શ્રમજીવી પરિવારની માત્ર 10 વર્ષની બાળકીના ઘરમાં ઘુસીને દુષ્કર્મનો પ્રયાસ આચરનાર મૂળ બિહારના બકસર જિલ્લાના વતની આરોપી સુરજ અરૃણ પાંડે (રે.ગોકુલધામ,વડોદ ગામ)ની વિરુધ્ધ ભોગ બનનાર બાળકીની માતાએ પાંડેસરા પોલીસમાં પોક્સો એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી.

ગઈકાલે આ કેસમાં પાંડેસરા પોલીસે આરોપી સુરજ પાંડેએ બનાવના દિવસે પહેરેલાં કપડા ગુનાના મુદ્દામાલ તરીકે કબજે લેવા, બાળકો પ્રત્યે જાતીય વૃત્તિ ધરાવતા હોઈ અન્ય ગુનાની તપાસ વગેરે વિવિધ કારણોસર ચાર દિવસના રિમાન્ડ માંગ્યા હતા.અલબત્ત કોર્ટે આરોપીને એક દિવસના મંજુર કરેલા રિમાન્ડની અવધિ આજે પુરી થતાં તપાસ અધિકારીએ ફર્ધર રિમાન્ડની માંગ નહીં કરીને કોર્ટ કસ્ટડીમાં સોંપતો રિપોર્ટ કર્યો હતો. જેથી કોર્ટે દુષ્કર્મ કેસના આરોપી સુરજ પાંડેને લાજપોર સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો.

(6:19 pm IST)