Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

વડોદરા નજીક કોયલી ગામે કેનાલમાં હાથ-પગ ધોવા ગયેલ મહિલાનો પગ લપસી જતા પાણીમાં ગરકાવ:બે કલાકની જહેમત બાદ મૃતદેહ શોધવામાં આવ્યો

વડોદરા : શહેર નજીકના કોયલી ગામે કેનાલમાં હાથ-પગ ધોવા માટે ગયેલી મહિલાનો પગ લપસતા તે કેનાલમાં પડી ગઇ હતી. બે કલાક પછી તેનો મૃતદેહ મળી આવતા હરણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આમલીયારા ગામમાં રહેતાં દક્ષાબેન શામુન્ના ગોડા (ઉ.વ.૩૪) ઘરકામ કરે છે. તેના પતિ રિક્ષા ડ્રાયવીંગ કરે છે. અને સંતાનમાં ૧૪ વર્ષનો પુત્ર છે.

ગઇકાલે સવાર કોયલી ગામ હાઇવે નજીકની કેનાલમાં હાથ-પગ ધોવા માટે ઉતરેલા દક્ષાબેનનો પગ લપસતા તેઓ કેનાલના પાણીમાં પડયા હતા અને ડૂબી ગયા હતાં. બનાવના બે કલાક પછી તેમનો મૃતદેહ કેનાલ પાસેથી પસાર થતા એક રિક્ષા ડ્રાયવરે જોતા હરણી પોલીસને જાણ કરી હતી. હરણી પોલીસે ઘટના સ્થળે જઇ મૃતદેહને પી.એમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

(6:13 pm IST)