Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

૭ અને ૧૩ માર્ચે મતદાર ઓળખકાર્ડ ડાઉનલોડ કરવા ખાસ કેમ્પ યોજાશે

મતદાન મથકે સવારે ૧૦ થી પ દરમિયાન બી.એલ.ઓ. મતદારનાં મોબાઇલમાં ઓળખ કાર્ડ ડાઉન લોડ કરી આપશે

રાજકોટ તા. પ :.. ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. રપ-૧-ર૦ર૧ ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસે ડીજીટલ વોટર કાર્ડ ઓળખ કાર્ડની સુવિધા લોન્ચ કરવામાં આવેલ છે. જેમાં હમણાં પૂર્ણ થયેલ મતદાર યાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ર૦ર૧ દરમ્યાન એટલે કે તા. ૯-૧૧-ર૦ર૦ થી તા. ૧પ-૧ર-ર૦ર૦ સુધીમાં નોંધાયેલ ફકત નવા મતદારો અને જેઓએ ફોર્મ નં. ૬ માં યુનિક મોબાઇલ નંબર આપેલ છે તેઓ વેબસાઇટ તથા મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ કરીને ઓળખ ડાઉનલોડ કરી શકે છે. અત્રેનાં જિલ્લામાં ઉપર જણાવ્યા મુજબના યુનિક મો. નં. ધરાવતા મતદારોની સંખ્યા ૩પ૭૦પ છે.

જિલ્લા ખાતેના આવા ૩પ૭૦પ મતદારો ને ઓળખ કાર્ડ ડાઉનલોડ કરવામાં મદદરૂપ થવા માટે તા. ૭-૩-ર૦ર૧ (રવિવાર) તથા તા. ૧૩-૩-ર૦ર૧ (શનીવાર)ના દિવસોએ પ્રત્યેક વિધાનસભા મતદાર વિભાગમાં બી. એલ. ઓ. સવારના ૧૦ થી સાંજના પ વાગ્યા સુધી મતદાન મથક ખાતે ઉપસ્થિત રહેશે. જેથી ઉપર્યુકત ૩પ૭૦પ મતદારો પૈકી જે મતદારોએ ઓળખ કાર્ડ ડાઉન લોડ કરેલ નથી તેઓ પોતાના મોબાઇલ સાથે સંબંધિત મતદાન મથકની મુલાકાત લઇ પોતાના ઓળખ કાર્ડ ડાઉન લોડ કરાવી શકે છે.

હાલ ઉપર જણાવેલ કુલ ૩પ૭૦પ સિવાયના અન્ય મતદારો ઓળખ કાર્ડ ડાઉનલોડ કરવા અપીલ કરવામાં આવે છે.

(3:52 pm IST)