Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

કેમ્પસ ઇન્ટરવ્યુ દ્વારા 11 જણાંની સીધી ભરતીનો નિર્ણય !: જેટકોના ચેરમેનને તપાસ કરીને કારણો સાથેનો આદેશ કરવા હાઇકોર્ટનો હુકમ

ઉર્જાપ્રધાને આ નિમણૂંક રદ કરવા અંગેના કરેલા આદેશને પણ અવગણવામાં આવ્યો હોવાની રજૂઆત

 

અમદાવાદ :ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. ( GETCO ) દ્વારા કેમ્પસ ઇન્ટરવ્યુ 11 જેટલાં લોકોની સીધી ભરતી કરવાના નિર્ણય સામે હાઇકોર્ટમાં જાહેર હીતની રીટ અરજી કરવામાં આવી હતી. આ રીટ અરજીમાં હાઇકોર્ટના ન્યાયમૂર્તિ આર.એમ. છાયા તથા ન્યાયમૂર્તિ આર.પી. ધોલરિયાની ખંડપીઠે જેટકોના ચેરમેનને ડિસેમ્બર સુધીમાં આ મુદ્દા પર કાયદા મુજબ તપાસ કરે અને કારણો સાથેનો આદેશ કરવા હુક્મ કર્યો છે. જેટકોએ ભરતી માટેની કાયદાકીય પક્રિયાને અવગણી હોવાથી નિમણૂંકોને રદ કરવા માટે જાહેર હીતની રીટ અરજી કરવામાં આવી હતી.

અરજદાર બીજલી મજદૂર પંચાયત તરફથી એડવોકેટ ભાવિક આર. સમાનીએ ધારદાર રજૂઆત કરી હતી કે, જેટકોએ સરકારી કંપની છે. જેમાં કાયદા મુજબ ભરતી પહેલાં જાહેરાત આપવી પડે અને પછી ભરતી માટેની તમામ પ્રક્રિયાનું પાલન કર્યા બાદ જ નિમણૂંક કરવી પડે. પરંતુ જેટકોએ કાયદાથી વિપરીત જઇને વર્ષ 2010માં પંડિત દિનદયાલ યુનિવર્સીટીમાં ( PDPU ) જઇને કેમ્પસ ઇન્ટરવ્યુ કર્યા હતા.  મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે 11 જણાંને નિમણૂંક આપી હતી. આ સીધી ભરતી પ્રક્રિયામાં અનામતના ધારાધોરણોનું પાલન કરાયું ન હતું અને ઉર્જા પ્રધાને આ નિમણૂંક રદ કરવા આદેશ કર્યો હતો. તેને પણ અવગણવામાં આવ્યો છે. આમાં કૈંભાંડની સંભાવના છે.

આ ઉપરાંત થોડા વર્ષ બાદ કેટલાંકને આસીસ્ટન્ટ મેનેજર તરીકે કાયમી કરવામાં આવ્યા છે. જેટકોમાં આવી કોઇ પોસ્ટ જ નથી. આ અંગે મેનેજમેન્ટને લીગલ નોટીસ પણ આપવામાં આવી હતી. છતાં પણ મેનેજમેન્ટ તરફથી કોઇ જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આ નિમણૂંકોને રદ કરવા ઉપરાંત મંજુરી વગર ભરતી કરનારા અને પછી તેને નિયમિત કરનારા અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે. તેમ જ જેટકોને ભરતી માટે પહેલાં મંજુરી મેળવે ત્યારબાદ જાહેરાત બહાર પાડે અને કાયદા મુજબ નિમણૂંકની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી દાદ માંગી હતી.

અરજદાર બીજલી મજદૂર પંચાયતની રજૂઆતને ધ્યાનમાં લઇને હાઇકોર્ટના ન્યાયમૂર્તિ આર.એમ. છાયા તથા ન્યાયમૂર્તિ આર.પી. ધોલરિયાની ખંડપીઠે ઉપર્યુક્ત હુકમ કર્યો છે.

 

(12:41 am IST)
  • હાર્દિકને ગુજરાત બહાર જવાની છુટ : કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની અરજી ઉપર હાઈકોર્ટે તેને ગુજરાત રાજય બહાર જવાની મંજુરી આપી છેઃ રાજકીય કામકાજ અંગે રાજયની બહાર જવાની પરવાનગી આપવામાં આવી હતી access_time 4:40 pm IST

  • કોંગ્રેસના સ્ટાર પ્રચારકની ભૂમિકામાં આવી પ્રિયંકા : દાદી ઈન્દિરા ગાંધી લોકો સાથે હળીમળી જવામાં માહિર : અસમથી પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી : અન્ય રાજ્યોમાં તેમનો કાર્યક્રમ પણ ઘડાઈ છે : કોંગ્રેસના નબળા સમયે અને સતત પાર્ટીના ધોવાણ થતા સાથે કાર્યકરોની પણ નારાજગી વખતે પણ પ્રિયંકામાં જોમ જુસ્સો યથાવત :મુશ્કેલીના સમયે પાર્ટીની ઢાલ બની ઉંભરતી પ્રિયંકાની ખાસિયતમાં દેખાય છે ઇન્દિરા ગાંધીજીની ઝલક access_time 12:32 am IST

  • ભારતીય ઉદ્યોગપતિ રમેશ રામકૃષ્ણન દ્વારા પ્રમોટ કરાયેલ દુબઈ સ્થિત ટ્રાંસવર્લ્ડ ગ્રૂપે રાજ્ય માલિકીની સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિ. સાથે ગુજરાતમાં કાર્ગો કન્ટેનર મેન્યુફેક્ચરિંગ સુવિધા રૂ. 200 કરોડના રોકાણ સાથે બનાવવા માટે કરાર કર્યો છે : આ યોજના આત્મનિર્ભાર ભારત પહેલના ભાગરૂપે, ચીન દ્વારા વર્ચસ્વ ધરાવતા કાર્ગો કન્ટેનર બિઝનેસમાં ભારતના પ્રવેશને ચિહ્નિત કરે છે. access_time 10:32 pm IST