Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

ભરૂચના જંબુસરમાં મકાનની દીવાલ ધરાશાયી:રમી રહેલા 14 વર્ષીય કિશોરનું દબાઈ જતા ગંભીર ઈજા બાદ મોત

14 વર્ષીય કિશોરના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ

ભરૂચના જંબુસરમાં મકાનની દીવાલ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. દિવાલ ધરાશાયી થતા નજીકમાં રમી રહેલ 14 વર્ષીય કિશોર દબાઈ ગયો હતો. આ દરમિયાન ગંભીર ઈજા પહોંચતા કિશોરનું મોત નિપજ્યું. હાલમાં આ ઘટના અંગે કાવી પોલીસે તપાસ શરૂ કરી છે. 14 વર્ષીય કિશોરના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છે.

(8:30 pm IST)