Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

જોડિયાના ચોરા વિસ્તારમાં મોતના માંચડો સમાન જર્જરીત મકાન: ગમે તયારે અકસ્માતને આમંત્રણ_!

જોડિયા:સ્થાપના કાળ થી જોડિયા વિસ્તારમાં અનેક એવા મકાનો છે જે વર્તમાન સમયમાં બંધ અને જર્જરીત બની ચુકયા છે ખાસ કરીને ૨૦૦૧ વિનાશક ભુકંપના કારણે બંધ અવસ્થાના મકાનોના પાયા હલબલી ગયા છે જર્જરીત મકાનોમાં તિરાડ બઘતા ભયજનક બની ચુકયું છે જાહેર રસ્તા પાસે જર્જરીત મકાન ગમે.તયારે અકસ્માત સર્જી સકે છે મકાનની સામે શ્રી. લક્ષ્મી નારાયણનુ મંદિર તથા બાજુ પાકું મકાન ચોરા શેરી વિસ્તારના રહેવાસી દ્વારા જોડિયા ગ્રામ પંચાયત અનેક વખત જર્જરીત મકાન અંગે રજુઆત પછી પણ પંચાયત તંત્ર ના સતાધીશો કુંભકર્ણ માં પોઢેલા છે લોકોનુ કેહવું પંચાયત તંત્ર અકસ્માતની રાહ જોયા રહી. છે ભુકંપ બાદ આજ સુધી જોડિયામાં બંધ અને જર્જરીત મકાનો અંગે કાર્યવાહી કરેલ નથી ખંડેર અવસ્થા ના મકાનોમાં જીવ જંતુઓ.માટે આશ્રય સ્થાન.બની રહ્યું છે જેના કારણે આસપાસ ના રહેવાસીઓ માટે ચિંતાનુ કારણ બનતું જાય છે. ગામના.લોકો ઈચ્છાી રહયા છે કે બંધ અને જર્જરીત મકાન ના નિકાલ માટે અમલવારી કરે. જે થી ગામજનો ચિંતા મુકત જીવી શકે _

(5:59 pm IST)