Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

મહિલાની માતાએ ઇસ્‍લામ ધર્મ અંગીકાર કર્યો હોય તેમના હિન્‍દુ બાળકો, મુસ્‍લિમ કાયદા મુજબ વરસદાર બની શકે નહીઃ કોર્ટ મહિલાના મુસ્‍લિમ પુત્રને યોગ્‍ય વારસદાર ગણાવ્‍યો

અમદાવાદની અદાલતે ૩ હિન્‍દુ મહિલાઓના માતાના મૃત્‍યુ પછી નિવૃત્ત લાભ મેળવવા કરેલ દાવો ફગાવી દીધો

અમદાવાદઃ અમદાવાદમાં અદાલતે ત્રણ હિંદુ મહિલાઓ દ્વારા માતાના મૃત્‍યુ પછી નિવૃત્ત લાભ માટે દાખલ કરાયેલ દાવો ફગાવી દીધો છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમની માતાના મૃત્યુ પછી તેમને નિવૃત્તિનો લાભ મળવો જોઈએ. કારણ કે મહિલાએ ઈસ્લામ ધર્મ અપનાવી લીધો હતો.

અમદાવાદની એક કોર્ટે ઉત્તરાધિકાર અંગે મહત્વનો નિર્ણય આપ્યો છે. આ કેસમાં મુસ્લિમ માતાની હિંદુ દીકરીઓને મિલકતનો અધિકાર મળ્યો નથી. મહિલાની ત્રણ પુત્રીઓ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓએ માંગ કરી હતી કે તેમની માતાના મૃત્યુ પછી તેમને નિવૃત્તિનો લાભ આપવામાં આવે.

કોર્ટે જણાવ્યું હતું કે, મહિલાની માતાએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોવાથી તેમના હિંદુ બાળકો મુસ્લિમ કાયદા અનુસાર તેના વારસદાર બની શકે નહીં. કોર્ટે મહિલાના મુસ્લિમ પુત્રને તેનો યોગ્ય વારસદાર તરીકે જણાવ્યો હતો.

રંજન ત્રિપાઠીને પહેલેથી જ બે દીકરીઓ હતી. 1979માં તે ગર્ભવતી હતી, જે દરમિયાન તેના પતિનું અવસાન થયું હતું. તેનો પતિ ભારત સંચાર નિગમ લિમિટેડમાં નોકરી કરતો હતો. પતિના અવસાન પછી, રંજનને રહેમિયતના આધારે બીએસએનએલમાં ક્લાર્કની નોકરી મળી હતી.

(12:38 pm IST)