Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

રાજપીપળા ગવર્મેન્ટ હાઈસ્કુલની સામે તથા બેક સાઈડની મીલકતોમાં અશાંત ધારો લાગુ ક૨વા રજૂઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં અમુક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે પરંતુ હજુ કેટલાક વિસ્તારોમાં સમસ્યા નડતી હોવાથી આજરોજ સ્થાનિક લોકોએ વિશ્વ હિન્દુ પરિષદનાં સહકારથી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું

  આવેદનમાં જણાવ્યા મુજબ અમો સ્ટેશન૨ોડ રાજપીપલા ગવર્મેન્ટ હાઈસ્કુલની સામે તથા તેની બેક સાઈડના મકાનોમાં વરસોથી વસવાટ કરીએ છીએ અને મોટા ભાગની સ્થાવર ૨હેણાંક મીલકતો તથા ધંધાકીય મીલકતો હિન્દુઓની છે જયાં મુસ્લીમ લોકો હાલમાં નથી કે તેમની સ્થાવર મીલકતો પણ નથી, અમારા વિસ્તા૨માં મુસ્લીમો પગપેસારો એટલેકે સ્થાવર મીલકતો ખરીદવા કોશીષ કરી રહયા છે અને અમારો વિસ્તાર ખુબજ શાંત વિસ્તાર છે, અમો ધાર્મિક ગણપતી ઉત્સવ રાજપીપલા નાગરીક સહકારી બેંકની બાજુમાં દર વરસે મંડપ બાંધી ગણપતીની સ્થાપના કરી ઉજવીએ છીએ.
અમા૨ા વિસ્તા૨માં મુસ્લીમો મીલકત ખરીદી વસવાટ કરે તો અશાંત વાતાવ૨ણ ઉભુ થાય તેવી પુરેપુરી દહેશત છે અને મોટા કોગ્નીઝેબલ ગુના બને તેવી દહેશત છે અમા૨ો
અમારા વિસ્તા૨માં મુસ્લીમો સ્થાવર મીલકતો ખરીદવાની કોશીષ કરી રહયા છે અને અમારા વિસ્તારમાં તેઓ મીલકત ખરીદી વેચાણ લઈ વસવાટ કરે તો તેઓ માંસાહારી હોઈ અને અમારી ૨હેણીકરણી અને એમના ધર્મની રહેણીક૨ણી ખોરાક તથા પોશાક અલગ હોઈ તેમજ તેઓ તક૨ા૨ી તેમજ તોફાની પ્રવૃત્તી વાળા હોઈ જેથી અમા૨ા વિસ્તા૨માં તેમનો વસવાટ શકય નથી અને તેઓ અમા૨ા વિસ્તારમાં આવવાનો પ્રયત્ન ન કરે અને હિન્દુઓની મીલકતો તેઓ ખરીદી વેચાણ ન લઈ શકે એટલા માટે આપ સાહેબ અમારા સ્ટેશનરોડ વિસ્તાર ન તથા તેની પાછળના વિસ્તા૨માં અશાંત ધારાનો કાયદો લાગુ ક૨વા હુકમ ક૨વા અમારી અરજ છે

(10:37 pm IST)