Gujarati News

Gujarati News

News of Sunday, 4th December 2022

આ છે કર્મયોગ...! વડોદરામાં દીકરીની સગાઇ આટોપી મહિલા પ્રોફેસર તુરંત ચૂંટણી ફરજ ઉપર હાજર થયા

નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડતા એમ. એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાં મદદનિશ પ્રાદ્યાપિકા નિમિષાબેન પાઠક

વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં ચૂંટણી ફરજ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ આજે વહેલી સવારથી જિલ્લાના ડિસ્પેચ મથકો પરથી પોતાને ફાળવાયેલા ઇવીએમ મશીન અને મતદાન સામગ્રી લઈને પોતપોતાની ફરજના મતદાન મથકો પર જવા રવાના થઈ ગયા છે.

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઑફ ટેકનોલોજીમાં મદદનીશ પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતા નિમિષાબેન પાઠક પતિના અવસાન પછી પરિવારની સઘળી જવાબદારી સંભાળી રહ્યા છે. આજે ઘેર દીકરીના સગપણનો પ્રસંગ હતો. આ કારણ આગળ ધરીને તેઓ ચૂંટણીની ફરજમાંથી મુક્તિ મેળવી શક્યા હોત, પણ તેમણે આમ ન કર્યું. એટલું જ નહીં, આજે દીકરીની સગાઈ પતાવીને સીધા જ તેઓ અકોટા વિધાનસભા મત વિભાગમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની લોકશાહીના આ મહાપર્વની  પોતાની ફરજમાં જોડાઈ ગયા છે. નિમિષાબેન પાઠક તો એક ઉદાહરણમાત્ર છે. આવા અનેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતપોતાની અંગત જવાબદારીઓને બાજુએ મૂકીને ઉત્સાહપૂર્વક ચૂંટણી કામગીરીમાં જોડાઈ ગયા છે.

 

 

(9:20 pm IST)