Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ઓમિક્રોનની દહેશત વચ્ચે ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણામાં વિદેશથી 17 જેટલા લોકો વતન પરત ફર્યા : તંત્રમાં ભારે દોડધામ

ધોરાજીમાં 7, જામકંડોરણામાં 7 અને ઉપલેટામાં 3 લોકો આવતા તંત્ર હરકતમાં આવ્યું

અમદાવાદ ; ઓમિક્રોનની દહેશત વચ્ચે ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણામાં વિદેશથી 17 જેટલા લોકો પરત આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. ધોરાજીના ડેપ્યુટી કલેકટરે આ અંગે જાણકારી આપી હતી. ભારત બહારથી ધોરાજીમાં 7, જામકંડોરણામાં 7 અને ઉપલેટામાં 3 લોકો આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. ધોરાજીના ડેપ્યુટી કલેકટરની સૂચનાથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે. વિદેશથી પરત ફરેલા તમામ લોકોનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે.

ધોરાજી પંથકમાં વિદેશથી લોકો પરત આવતા તંત્રમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. જેથી આ તમામ લોકોના તાત્કાલિક ધોરણે કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જો કે, હાલ તમામના રોપોર્ટ નેગેટિવ આવત તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, સાવચેતીના ભાગરુપે હાલ આ તમામ લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા હાલ આ તમામ લોકો પર નજર રાખવામાં આવી રહી છે અને આ અંગે પોલીસ તંત્રને પણ ડેપ્યુટી કલેકટરએ સૂચના આપી છે. વિદેશથી આવતા લોકોની સાથે એમના પરિવારજનોના પણ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે.

સાત દિવસ બાદ તમામના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે અને રિપોર્ટ નેગેટિવ આવશે બાદ તમામને સેલ્ફ આઇસોલેટ કરવામાં આવશે. ધોરાજીમાં કુલ 7 લોકોમાંથી પાંચ લોકો દુબઈથી એક કેનેડાથી અને એક અમેરિકાથી આવેલ છે. જામકંડોરણા તાલુકામાં કુલ સાત લોકો આવ્યા છે. જેમાં ત્રણ યુકેથી અને ચાર લોકો દુબઈથી આવ્યા છે. ઉપલેટા તાલુકામાં આફ્રિકાના તાંઝાનિયાથી બે નાગરિકો આવ્યા છે. અને એક કેનેડાથી આવ્યા છે જેઓના પણ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

(10:54 pm IST)