Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

રાજ્યમાં પડતર પ્રશ્નો અંગે તબીબી અધ્યાપકોનું આંદોલન આંદોલન વેંગવાન : સિનિયર ડોકટરોની હડતાલની ચીમકી

સિનિયર ડોક્ટરોને વિભાગીય બઢતી અને કેરિયર એડવાંસમેન્ટ સ્કીમનો લાભ ઉપરાંત મુસાફરી ભથ્થું, મેડિકલ એલાઉન્સનો લાભ આપવા માંગ

અમદાવાદ :  રાજ્યમાં પડતર પ્રશ્નો અંગે તબીબી અધ્યાપકોનું આંદોલન ઉગ્ર બન્યું છે અને સિનિયર ડોકટરોએ હડતાલની ચીમકી આપી છે. અમદાવાદ, સુરત, ભાવનગર, રાજકોટ, વડોદરામાં તબીબી અધ્યાપકોએ રેલી કાઢી ઉગ્ર વિરોધ કર્યો.સિનિયર ડોકટરોએ અમદાવાદમાં ઇનકમટેક્સ સર્કલથી કલેક્ટર ઓફિસ સુધી રેલી યોજી. મોટી સંખ્યામાં સરકારી મેડિકલ કોલેજો અને GMERS સંચાલિત મેડિકલ કોલેજોના તબીબી અધ્યાપકો જોડાયા.

વિવિધ પડતર પ્રશ્નોને લઇ ગુજરાતના તબીબી શિક્ષકોનું આંદોલન ઉગ્ર બન્યું છે.રાજ્યની સરકારી અને GMERS મેડિકલ કોલેજના સિનિયર ડૉક્ટરો એડહોક સર્વિસ, અનુભવ અને સર્વિસ રેકોર્ડનો લાભ આપવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે.સરકારે ઠરાવ કર્યો પણ અમલ કરાતો ના હોવાથી તબીબી શિક્ષકોએ ઇન્કમટેક્સ ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ કર્યો હતો.

તબીબી શિક્ષકોની માંગ છે કે સિનિયર ડોક્ટરોને વિભાગીય બઢતી અને કેરિયર એડવાંસમેન્ટ સ્કીમનો લાભ આપવામાં આવે.આ ઉપરાંત મુસાફરી ભથ્થું, મેડિકલ એલાઉન્સનો લાભ આપવામાં આવે. GMERS સંચાલિત મેડિકલ કોલરજોના પ્રોફેસરો માટે પ્રોવિડન્ટ ફંડની જોગવાઈ કરવામાં આવે. કરાર આધારિત ભરતી બંધ કરી ડોકટરોની કાયમી ભરતી કરવામાં આવે.

સરકારના હેલ્થ વિભાગમાં અધિકારીનું રાજ બંધ કરવાની માંગ કરી છે.તબીબી શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો હડતાળનું શસ્ત્ર ઉગામવાની ચીમકી તબીબી શિક્ષકોએ ઉચ્ચારી છે.તબીબી શિક્ષકો છેલ્લા 11 દિવસથી કાળીપટ્ટી બાંધી શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા છે.પરંતુ સરકાર દ્વારા અધ્યાપકોના પડતર પ્રશ્નોને લઈને કોઈ ચર્ચા કરવામાં ન આવતા આજે અધ્યાપકો રસ્તા પર ઉતાર્યા હતા.સરકાર દ્વારા આ બાબતે કોઈ નિરાકરણ લાવવામાં નહીં આવે તો મેડિકલ કોલેજોના સિનિયર ડોક્ટરો હવે હળતાળનું શસ્ત્ર ઉગામશે.

(10:47 pm IST)