Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

વટવામાં શંકાએ માળો પીંખ્યો : લવમેરેજ કરનાર પતિએ પત્નીનું સાડી વડે ગળુ દબાવી હત્યા કરી

મોબાઈલ પર કોઈની સાથે વાતો કરતી તે અંગે શંકા જતા ઝગડો થયો અને પતિએ ગુસ્સામાં આવી હત્યા કરતા ચકચાર

અમદાવાદ વટવા વિસ્તારમાં આવેલા ચાર માળિયાના એક મકાનમાં લવમેરેજ કરનાર પતિએ પત્નીનું સાડી વડે ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. આ અંગે વટવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે મોબાઈલ પર કોઈની સાથે વાતો કરતી તે અંગે શંકા જતા ઝગડો થયો હતો અને આખરે પતિએ ગુસ્સામાં આવી પત્નીની હત્યા કરી નાખી હતી.

વટવા વિસ્તારમાં આવેલા ચાર માળીયા મકાનમાં સલીમભાઈ શેખ તેમના બે પુત્ર, એક પુત્રી અને પત્ની સાથે રહે છે. સલીમભાઈ પોતે ડુંગળી બટાકાનો વેપાર કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. સલીમભાઈએ જ્યોતિબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. દરમિયાનમાં બે દિવસ પહેલા રાત્રે ઘરમાં સલીમભાઈ અને તેમની પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી. તેની જાણ પાડોશીએ તેમના પુત્રને ફોન પર કરી હતી. ઝઘડાનું સાંભળી પુત્ર ઘરે દોડી આવ્યો હતો. ઘરે આવીને જોતા તેના પિતા સલીમભાઈ તેની માતાની સાડી વડે ગળે ફાંસો આપી રહ્યા હતા. આ જોઈ પુત્ર એ પિતાને ધક્કો મારીને દૂર કર્યા હતા. તેની માતાના કાન અને નાકમાંથી લોહી નીકળતું હતું તેઓને હોસ્પિટલમાં લઇ જવામાં માટે 108 ને જાણ કરી હતી.

જોકે બોલાવેલા 108ના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. આ બાબતે શાહરુખે તેના પિતાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, તારી માતા ફોન પર બીજા કોઈ સાથે વાત કરતી હતી જેથી ગુસ્સામાં આવી બોલાચાલી અને ઝઘડો થયો હતો ગુસ્સામાં તેની હત્યા કરી નાખી હતી. આ અંગે વટવા પોલીસે લાશને પીએમ માટે મોકલી હત્યાનો ગુનો નોંધી આરોપી સલીમની ધરપકડ કરી હતી.

(10:04 pm IST)