Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

માંડલ તાલુકાના ઓડકી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે એક જ ઉમેદવારી ફોર્મ ભરાયું, સરપંચ બિનહરીફ

માંડલ તાલુકાના ઓડકી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે એક જ ઉમેદવારી ફોર્મ ભરાયું, સરપંચ બિનહરીફ

સમર્થકોએ અબીલ ગુલાલ ઉડાડીને આનંદ વ્યક્ત કર્યો : બિનહરીફ ઉમેદવારોને અભિનંદન પાઠવવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ:માંડલ તાલુકાના ઓડકી ગામમાં સરપંચ અને સભ્યો  બિનહરીફ જાહેર થયા. ઓડકી ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યો પહેલી વખત બિનહરીફ  થતાં જ તાલુકા પંચાયત કચેરી ખાતે આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો અને ફુલ હાર અબીલ ગુલાલ ઉડાડી ઉત્સવ મનાવ્યો હતો.સરપંચ તરીકે ઠાકોર લાલજીભાઈ તખુજી બીનહરીફ બન્યા છે. માંડલ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન રેવાભાઇ પરમારની મહેનત રંગ લાવી હતી. જેઓ એ ગામ એક કરવા માટે  મહેનત કરી હતી.સરપંચ ઠાકોર લાલજીભાઈ તખુજી ઉપરાંત સભ્યો વશરામભાઈ ભરવાડ,મહાદેવભાઇ ઠાકોર,રમેશ જી ઠાકોર, દિલુજી ઠાકોર,મોતીબેન પરમાર,ભરતભાઈ પરમાર, વિરીબેન ભરવાડ, અલ્કાબેન રોહિતભાઈ ઠાકોર બીનહરીફ થયા છે. (તસવીર : જગદીશ રાવળ - ટ્રેન્ટ)

(9:53 pm IST)