Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મુસ્તફા ખેડૂવોરાની ભારતીય જનતા પાર્ટી દ્વારા લઘુમતી મોરચા કારોબારીમાં આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક કરાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : રાજ્યના  મુસ્લિમઘાંચી સમાજ ના અગ્રણી મુસ્તફા ખેડૂવોરાની ભારતીય જનતા પાર્ટી  દ્વારા લઘુમતી મોરચા કારોબારીમાં આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક કરાઈ છે. મૂઠી ઊંચેરું અનોખું વ્યક્તિત્વ ધરાવતા  મુસ્તફાભાઈ સરકારી સેવામાં  હતા ત્યારથી સમાજ સેવામાં સક્રિય છે. ગાંધીનગરમાં મુસ્લિમ એજ્યુકેશન વેલ્ફેર એસોસીએશન (મેવા)ના સ્થાપક સભ્ય, ઈકરા સુન્ની મુસ્લિમ ટ્રસ્ટ ગાંધીનગર ઉપરાંત ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી  સમાજના જનરલ સેક્રેટરી તરીકે દીર્ઘકાલીન સેવાઓ આપી છે.  વિરમગામ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના પોતાના સ્થાનિક સમાજમાં પ્રમુખ અને સેક્રેટરી ના હોદ્દા પર બિરાજમાન રહી યોગદાન આપેલ છે. સને ૨૦૧૭ થી જુહાપુરા ખાતે  'અજિમ'  સંસ્થાની સ્થાપના કરીને મૂળભૂત નાગરિક સુવિધાઓ પૂરી  પાડવાના સેવાકાર્યમાં સક્રિય રહ્યા છે. કોમી એકતાના હામી એવા આ અગ્રણીએ રાજ્યપાલના કાર્યાલય માં ખૂબ લાંબી સેવાઓ આપેલી અને રાજ્યના મુખ્યમંત્રી પાસે પણ ફરજો બજાવી છે . સરકારી સેવામાં હતા ત્યારે તેમના સ્ટેનોગ્રાફર એસોસિએશનમાં  ઉપ પ્રમુખ અને ગુજરાત  ઓફિસર ફેડરેશન માં સંગઠન મંત્રી તરીકે સેવાઓ આપી હતી. આ સમાજસેવી એ પોતાના ફરજકાળ દરમિયાન લોકોને ઉપયોગી થવાની ભાવના ને લીધે ખૂબ લોકચાહના પ્રાપ્ત કરેલી છે.તેઓ હાલ  જુહાપુરામાં 'અજીમ ફાઉન્ડેશન' નામની સંસ્થાની સ્થાપના કરી છે અને  મૂળભૂત નાગરિક સુવિધાઓની ઉપલબ્ધિ સારુ રાજ્યવ્યાપી કાર્ય કરવાનો નિર્ણય કર્યો છે. તેઓ ઉપરાંત સેવા નિવૃત્ત મુસ્લિમ અધિકારીઓ/કર્મચારીઓના અનુભવ, સામર્થ્ય અને રિસોર્સીસને  સમાજ હિતમાં  ઉપયોગમાં લઈ શકાય તે સારું હાલ  'એસોસિયેશન ઓફ  રિટાયડ મુસ્લિમ ઓફિસર્સ - ગુજરાત' (ARMOG) ના સંગઠન માં વ્યસ્ત છે. હાલ તેઓ ગુજરાતની સૌથી મોટી મુસ્લિમ લઘુમતિ  સંસ્થા એફ ડી એજ્યુકેશન સોસાયટી, અમદાવાદમાં આસી. જનરલ સેક્રેટરી તરીકે સેવાઓ આપી રહ્યા છે તેમ અખબારી યાદીમાં જણાવ્યું હતું.

(7:44 pm IST)