Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખના વતન શિયાળ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફક્ત એક જ ઉમેદવારી ફોર્મ ભરાયું, સરપંચ બિન હરીફ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખના વતન શિયાળ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફક્ત એક જ ઉમેદવારી ફોર્મ ભરાયું હતું અને સરપંચ બિન હરીફ થયા છે. આજે મને મારાં ગામ પર ગર્વ થાય છે માં શક્તિ માતાજીની અસીમ કૃપાથી અને મારાં ગામના રાજપૂત સમાજ, ઠાકોર સમાજ, બ્રાહ્મણ સમાજ, ભરવાડ સમાજ, દેવીપૂજક સમાજ અને દલિત સમાજના અને દરેક સમાજ આગેવાનોના સહિયારા પ્રયત્નથી શિયાળ ગામ પંચાયતમાં સમરસતાથી બિનહરીફ દેવિકાબેન મયુરસિંહ ગોહિલને સરપંચ તરીકે નિયુક્ત કરતા ગામના દરેક સમાજ ના આગેવાનો વડીલો યુવાનો અને માતાઓ અને બહેનોને દિલથી અભિનંદન અને સર્વનો ખુબ ખુબ આભાર તેમ વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહીલે જણાવ્યું હતું. (તસવીર : રસીક કોળી - રૂપાવટી)

(7:16 pm IST)