Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

અમદાવાદ:મધરાત્રે નરોડાથી નારોલ સુધી મોટાપાયે થતી પશુઓની હેરાફેરી અટકાવી પોલીસે પાંચ પશુઓને કતલખાને લઇ જવાતા બચાવી લીધા

અમદાવાદ: શહેરમાં મધરાતે નરોડાથી નારોલ સુધીના રિંગ રોડ ઉપર મોટાપાયે પશુઓની હેરાફેરી થઇ રહી છે. નિકોલ પોલીસે ગઇકાલે રાતે કઠવાડા ખાતેથી ટ્રકમાં દોરડાથી ક્રૂરતા પૂર્વક બાંધેલા પાંચ પશુઓને બચાવી લીધા હતા.

આ કેસની વિગત એવી છે કે  નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે મોડી રાતે કન્ટ્રોલ રૃમ તરફથી મેસેજ મળ્યો હતો કે કઠવાડા રોડ પરથી પશુઓને ભરીને ટ્રક પસાર થવાની છે. જેને લઇને પોીલસ ટીમ સ્થળ ઉપર પહોચી ગઇ હતી, જીવદયા પ્રેમીઓએ કરેલા મેસેજ આધારે પોલીસે તપાસ કરતાં કઠવાડા રોડ ઉપર ઋતુરાજ ફાર્મ નજીક ઔડા ગાર્ડન સામે દૂધના પાર્લર પાસે ટ્રક હતી.

 પોલીસેે તપાસ કરતાં ટ્રકમાં ક્રૂરતા પૂર્વક પાંચ પશુઓ બાંધેલા હતા પોલીસે બાપુનગર ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા સુફીયાન ઉર્ફે ભુરો જંગીખાન પઠાણની ધરપકડ કરીને પૂછપરછ કરતાં તેમની પાસે ચાર પશુઓ લઇ જવાની પરમીશન હતી જેથી પાંચ પશુઓને બાંધીને ગેકરકાયેસર રીતે જતા હોવાથી તેમની સામે પશુઓ પ્રત્યેના ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને રૃા. ૧,૫૩,૦૦૦ ની  કિમતના પાંચ પશુઓને છોડાવીને પાંજરાપોળ  ખાતે મોકલીને  વધુ તપાસ હાથ ધરી છે.

 

(5:37 pm IST)